નલિયામાં ઝેરી દવા પી લઇ પરિણીતાનો અકળ આપઘાત

નલિયા (અબડાસા), તા. 23 : અત્રેના મફતનગર વિસ્તારમાં રહેતી બાવીસ વર્ષની વયની દિવ્યાબેન ઇબ્રાહીમ કોળી નામની પરિણીત યુવતીએ કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇને સામેથી મોતનો માર્ગ અપનાવી લીધો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ આજે પરોઢીયે આ હતભાગી પરિણીતા કોઇ ઝેરી દવા પી ગઇ હતી. વધુ સારવાર માટે ભુજ ખસેડાયા બાદ સારવાર દરમ્યાન જનરલ હોસ્પિટલમાં આ હતભાગીએ દમ તોડયો હતો.મરનારે કયા કારણે આત્મહત્યા કરી તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer