માનકૂવામાં આઇ.પી.એલ. સટ્ટો રમાડતા ઝડપાયો : આઇ.ડી. દેનારો ભુજનો બુકી

ભુજ, તા. 23 : તાલુકાના માનકૂવા ગામે ગઇકાલે રાત્રે સ્થાનિક પોલીસે દરોડો પાડીને ગામના વથાણ ચોકમાં આઇ.ડી. દ્વારા આઇ.પી.એલ. ક્રિકેટના સટ્ટાની પ્રવૃત્તિ કરતા રમેશ દેવશી ભુડિયાને પકડી પાડયો હતો. આ પ્રકરણમાં મોબાઇલ આઇ.ડી. આપનારા તરીકે ભુજના હિરેન ઠક્કર નામના બુકીનું નામ નીકળતાં આ બન્ને સામે ગુનો દાખલ કરાયો હતો. પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ બાતમીના આધારે આ દરોડો પડાયો હતો. આ સમયે આરોપી તેની પાસેના ઓપો કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન ઉપર ઓલ પેનલ એપ્લિકેશન મારફતે હૈદરાબાદ અને દિલ્હી વચ્ચેની મેચ ઉપર સટ્ટો રમી રહ્યો હતો. પોલીસે મોબાઇલ કબ્જે લઇ બન્ને આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer