કોંગ્રેસ દ્વારા કચ્છની સુધરાઇના વિપક્ષીનેતા-ઉપનેતા, દંડક વરાયા

ભુજ, તા. 23 : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઇ ચાવડાનાં આદેશથી કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા દ્વારા કચ્છની નગરપાલિકા ભુજ, અંજાર, મુંદરા, ગાંધીધામ શહેરમાં વિપક્ષી નેતા-ઉપનેતા દંડકની નગરપાલિકા પ્રમાણે વરણી  થઇ  છે.કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજ નગરપાલિકામાં વિપક્ષી નેતાપદે કાસમભાઇ મામદ સમા, ઉપનેતા ફાલ્ગુનીબેન અમિતભાઇ ગોર, દંડક હમીદભાઇ ઉમરભાઇ સમા જ્યારે અંજાર નગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે રાજેન્દ્રસિંહ ટી. જાડેજા તો ગાંધીધામ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા સમીપભાઇ હિંમતભાઇ જોશી, ઉપનેતા તરીકે અમિતભાઇ અજીતભાઇ ચાવડા, દંડક જગદીશ નારાણ ગઢવી અને મુંદરા-બારોઇ નગરપાલિકામાં વિપક્ષી નેતા પદે ઇમરાન હાજીસલીમ જત, ઉપનેતા તરીકે કાનજી દેવજી સોંધરા, દંડક તરીકે નયનાબેન કાનજીભાઇ સુરાનીની વરણી કરાઇ છે.આ વરણી થતાં યજુવેન્દ્રસિંહે શુભકામનાઓ પાઠવી જણાવ્યું કે, આ નિમણૂકો મળતાં વિરોધપક્ષનો અવાજ વધુ બુલંદ થશે. શહેરી વિસ્તારની સમસ્યાઓને અસરકારક વાચા મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.આ નિમણૂકોને પ્રમુખ શ્રી જાડેજા ઉપરાંત વી.કે. હુંબલ, લખીબેન રમેશ ડાંગર, રવીન્દ્ર ત્રવાડી, કપિલ કેસરિયા, સંજય ગાંધી, સલીમ જત, ગની  કુંભાર, ઇલિયાસ ઘાંચી, મુસ્તાકભાઇ હિંગોરજા, રજાક ચાકી, હાસમભાઇ સમા, ધીરજ રૂપાણી,અમિત ગોર, આઇશુબેન સમા, અંજલિ ગોર વિ.એ આવકારી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer