ચાર દિવસ બાદ ફરી કચ્છમાં કોરોનાની હાજરી

ભુજ, તા. 23 : સતત ચાર દિવસ સુધી કચ્છમાં કોરોનાનો એક પણ કેસ ન નોંધાતાં મળેલી રાહત વચ્ચે ફરી એકવાર સંક્રમિત વધતાં કોરોના સંક્રમણે જિલ્લામાં પોતાની હાજરી પુરાવી છે. ગાંધીદામમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો, તેની સામે અંજાર-નખત્રાણામાં 1-1 મળી બે દર્દી સાજા થયા હતા. દરમ્યાન જિલ્લાના  રસીકરણના આંકમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 12,511 તો કુલ કેસનો આંક ઊંચકાઇને 12,626 થયો છે. સક્રિય કેસ ઘટીને ત્રણ પર પહોંચ્યા છે. જિલ્લામાં માંડવીમાં 82, ભુજમાં  589, લખપતમાં 588, રાપરમાં  329, અંજારમાં 120, મુંદરામાં 55, નખત્રાણામાં 35 અને ભચાઉમાં 33 મળી માત્ર 2542 લોકોને જ રસી આપવામાં આવી હતી. ગાંધીધામ-અબડાસામાં એક પણ વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું નહોતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer