ગઢશીશાના મહાવ્યથા સાથેના હુમલાના કેસમાં આરોપીને જામીન

ભુજ, તા. 23 : માંડવી તાલુકાના ગઢશીશા ગામે ગત તા. 22મી ઓગસ્ટના આદિલ રઝાક સુરંગી ઉપર હુમલો કરીને તેને કરોડરજજુમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચાડવાના કેસમાં આરોપી રાહુલ ઉર્ફે ભોલો મોહનભાઇ પરમારને અદાલત દ્વારા ચુસ્ત શરતોને આધીન નિયમિત જામીન અપાયા હતા.ગઢશીશા પોલીસ મથકમાં આ ગુનો દાખલ થયા બાદ આરોપી રાહુલ ઉર્ફે ભોલોની ધરપકડ કરાઇ હતી અને તેને જયુડીશીયલ કસ્ટડીમાં જેલમાં મોકલી અપાયો હતો. દરમ્યાન આરોપી માટે જિલ્લા અદાલતમાં નિયમિત જામીન અરજી મુકાઇ હતી. અદાલતે સુનાવણી દરમ્યાન બન્ને પક્ષને સાંભળી આરોપીનો રોલ અને હાજરી શંકાસ્પદ જણાતી હોવાનું તારણ આપી ચુસ્ત શરતોને આધીન જામીન આપતો આદેશ કર્યો હતો. આ સુનાવણીમાં આરોપીના વકીલ તરીકે સંતોષસિંહ આર. રાઠોડ, ચિન્મય એચ. આચાર્ય, જીગરદાન એમ. ગઢવી, પ્રિયેન નાકર અને ક્રિપાલ નેગી રહ્યા હતા.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer