ગાંધીધામમાં કિશોરી ઉપર બે વખત દુષ્કર્મ

ગાંધીધામ, તા. 17 : શહેરનાં સેકટર-પાંચ વિસ્તારમાં રહેનારી એક કિશોરીને કારમાં લઇ જઇ તેના ઉપર બળાત્કાર ગુજારતાં એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરના સેકટર-પાંચમાં રહેનારી 16 વર્ષીય એક કિશોરી સાથે ત્રણેક મહિના પહેલાંથી ગઇકાલ સુધીમાં આ બનાવ બન્યો હતો. આ જ વિસ્તારમાં રહેનારો પ્રવીણ કાનજી સથવારા નામનો શખ્સ કિશોરીને આલ્ટો કાર નંબર જી.જે. 12-ડી.એસ. 1980માં લઇ ગયો હતો. તેને કિડાણા બાજુ લઇ જઇ ત્યાં કિશોરી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આવી રીતે આ શખ્સે કિશોરીને બીજી વખત પણ પોતાની કારમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું અને આ વાત કોઇને કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ગઇકાલે આ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer