ઝવેરચંદ મેઘાણીની 125મી વર્ષગાંઠે જિલ્લાકક્ષાની લોકગીત સ્પર્ધા યોજાઇ

ઝવેરચંદ મેઘાણીની 125મી વર્ષગાંઠે જિલ્લાકક્ષાની લોકગીત સ્પર્ધા યોજાઇ
ભુજ, તા. 17 : ઝવેરચંદ મેઘાણીની 125મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે લોકગીત સ્પર્ધાનું ભુજની જૈનાચાર્ય અજરામરજી હાસસ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, તાલીમ ભવન અને રમત ગમત અને સાંસ્કૃતિકની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજન કરાયું હતું, જેમાં જિલ્લાના 15 છાત્રોએ ભાગ લીધો હતો. પ્રથમ ત્રણ વિજેતા રાજ્ય કક્ષા માટે પસંદગી પામ્યા હતા. પ્રથમ શાળાકક્ષાએ થયેલી સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થયેલા સ્પર્ધકને કયુ.ડી.સી. કક્ષાએ ભાગ લેવાનો મોકો મળ્યો હતો. તેમાં પ્રથમ આવેલા વિદ્યાર્થીઓએ એસ.વી.એસ. કક્ષાએ ભાગ લીધો હતો તથા પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામ્યા હતા. ઝવેરચંદ મેઘાણી રચિત અને સંપાદિત લોકગીત અને શૌર્યગીતની જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ગઢવી દેવલ (માતૃછાયા), દ્વિતીય ગઢવી રાજ (સરકારી મા. શાળા-રામપર વેકરા), તૃતીય રાઉ સમીર (સા. સંચાલિત હાઇ.-મોથાળા) વિજેતા જાહેર થયા હતા. વિજેતા અને ભાગ લેનારા તમામ સ્પર્ધકોને જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી. એન. પ્રજાપતિ, યુવા અધિકારી શ્રી પઠાણ, ડાયેટ ભુજમાંથી દક્ષાબેન મહેતાએ અભિનંદન આપ્યા હતા. શિક્ષણ નિરીક્ષકો વી. એમ. તેરૈયા, જી. જે. નાકર, મેનાબેન મોઢા અને દીપિકાબેન પંડયા હાજર રહ્યા હતા. નિર્ણાયક તરીક પ્રગતિબેન મહેતા, દિલીપભાઇ ભટ્ટ, દક્ષાબેન ગોરે સેવા આપી હતી. જૈનાચાર્ય અજરામરજી હાઇ.ના આચાર્ય અનિલભાઇ ગોસાઇ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer