ગાંધીધામમાં આઠ હજારના દારૂ સાથે શખ્સ ઝડપાયો

ગાંધીધામ, તા. 17 : શહેરની જૂની સુંદરપુરીના નવરાત્રિ ચોક વિસ્તારમાં એક શખ્સ પાસેથી રૂા. 8100નો શરાબ જપ્ત કરાયો હતો, જ્યારે તેને દારૂ આપનાર તરીકે અન્યનું નામ બહાર આવ્યું હતું. શહેરનાં જૂની સુંદરપુરીમાં રહેતા ભાવેશ રામજી વિગોરા (મહેશ્વરી)ને અહીંના નવરાત્રિ ચોક વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી મેકડોવલ્સ નંબર-1ની 12, રોયલ બ્લેક એપલવોડકાના 24 કવાર્ટરિયા તથા કિંગ ફિશર બીયરનાં 12 ટીન એમ કુલ રૂા. 8100નો શરાબ પોલીસે હસ્તગત કર્યો હતો. આ પકડાયેલા શખ્સને પ્રકાશ ઉર્ફે પકાડો કાનજી માતંગ નામનો શખ્સ દારૂની ખેપ આપી  ગયો હોવાનું બહાર આવ્યું હતું. પકાડાને પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer