ગાંધીધામમાં ભારત વિકાસ પરિષદે સ્થાપનાનાં 10 વર્ષની ઉજવણી વિવિધ કાર્યક્રમોથી કરી

ગાંધીધામમાં ભારત વિકાસ પરિષદે સ્થાપનાનાં 10 વર્ષની ઉજવણી વિવિધ કાર્યક્રમોથી કરી
ગાંધીધામ, તા. 17 : અહીંની ભારત વિકાસ પરિષદની શાખાની સ્થાપનાને દસ વર્ષ પૂર્ણ થતા સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના પાંચ સૂત્ર સાથે ઉજવણી કરાઈ હતી. ગાંધીધામ શાખાને 10 વર્ષ  પૂર્ણ થવાના ઉપલક્ષમાં સાત દિવસ દરમ્યાન વિભિન્ન પ્રકલ્પો સાથે ઉજવણી કરાઈ હતી. સંપર્ક પ્રકલ્પ  તળે પરિવારના સભ્યોમાં એકબીજાના સંપર્કમાં આવે અને પ્રકૃતિપ્રેમ, સાહસિકતા વગેરે  સંસ્કારોનું સિંચન  થાય તેવા હેતુથી  એક દિવસીય પરિવાર પર્યટનનું આયોજન કરાયુ હતું તેમજ  આ પ્રકલ્પ હેઠળ  50 બુધ્ધિજીવીઓઁ સાથે મુલાકાત કરાઈ હતી. સહયોગ સુત્ર તળે આદિપુરની સરકારી કુમાર પ્રાથમિક શાળામાં 85 હજારની કિંમતના આર.ઓ. પ્લાન્ટનું દાન કરાયુ હતું.સેવા સમર્પણના સુત્ર હેઠળ મેગા કોવિડ વેકસીનેશન કેમ્પનુ પણ આયોજન કરાયુ હતું. આ ઉપરાંત સંસ્થા દ્વારા સંચાલિત છ એકલ વિદ્યાલયમાં વેશભૂષા, કથા વાંચન, ગુરૂ સન્માન, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓને અલ્પાહાર કરાવાયો હતો. આદિપુર મદનસિંહ ચોક ખાતે  ભગવાન ગણેશજીની સ્થાપના  સાથે પૂજા અર્ચનાના કાર્યક્રમ થકી   વાતાવરણ ભકિતમય બન્યુ હતું. ઉજવણીના અંતિમ દિવસે  રકતદાન શિબિર યોજાઈ હતી, જેમાં 351 યુનિટ રકત એકત્ર થયુ હતું. અંતિમ દિવસે સંસ્કાર સુત્ર અંતર્ગત ભગવતગીતાગોષ્ઠી કાર્યક્રમમાં અંજાર ભાગવતા ચાર્ય દિનેશ રાવલ અને  રાપર દરીયાસ્થાન મંદિરના મહંત ડો.ત્રિકાલદાસ મહારાજે પ્રાંસગિક ઉદબોધન આપ્યુ હતું. સમગ્ર આયોજનમાં સંયોજક જયેશભાઈ રાજદે, પ્રમુખ સુરેશભાઈ ઠકકર, મંત્રી ડો.ઋષિકેશ ઠકકર, હિનાબેન શાહ, અનિમેષભાઈ મોદી, શાખાના ટ્રસ્ટી કે.એલ. ભાવનાની, ડો. તેજસ પુજારા, નિતિનભાઈ ઠકકર, જાગૃતિબેન ઠકકર, હિતેષભાઈ રામદાસાણી, રોનક ઠકકર, દ્રષ્ટી કેસવાની, વિકાસ ચૌહાણ, વરજાંગભાઈ ગઢવી વગેરેએ સહકાર આપ્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer