વડાપ્રધાનના જન્મદિન અને સરકારના 20 તથા છ વર્ષ નિમિત્તે 97 બોટલ રક્તદાન

વડાપ્રધાનના જન્મદિન અને સરકારના 20 તથા છ વર્ષ નિમિત્તે 97 બોટલ રક્તદાન
ભુજ, તા. 17 : આજે ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન મોદીજીના 71મા જન્મદિવસે ભુજ ખાતે ગુજરાત રાજ્યના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ તથા સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં કડવા પાટીદાર સમાજવાડી ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. 71મા જન્મદિવસ નિમિત્તે 71 બોટલ, ગુજરાત સરકારના સફળ 20 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં તથા વર્તમાન સરકારનાં છ વર્ષ પૂર્ણ થતાં હોવાથી ભારતી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પમાં 97 બોટલ રક્ત સંસ્થા તથા રાજપૂત યુવક મંડળ દ્વારા એકત્ર?કરાયું હતું. સંસ્થાના ઉપક્રમે વ્હાઇટ ઇગલ સાઇકલ ગ્રુપ દ્વારા ભુજથી પુંઅરેશ્વર મહાદેવ મંદિર સુધીની 71 કિ.મી. સાઇકલયાત્રા યોજાઇ હતી, જેમાં 25 લોકોએ ભાગ લીધો હતો. સાઇકલિસ્ટોને મા ભારતી ચેરિટેબલ?ટ્રસ્ટના સહયોગથી મંત્રી શ્રી ચૌહાણ, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ?કેશુભાઇ પટેલ, ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, યુવા ભાજપ પ્રમુખ તાપસ?શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાના હસ્તે સન્માનપત્ર અપાયાં હતાં. સંસ્થા દ્વારા વોલીબોલ ટૂર્નામેન્ટનું પણ આયોજન કરાયું હતું, જેમાં 8 ટીમે ભાગ લીધો હતો, જેને સંસ્થા દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરાશે. પ્રમુખ મનિષ બારોટે મહેમાનોનું સન્માન કર્યું હતું. સાઇકલયાત્રા તથા વોલીબોલ ટૂર્નામેન્ટ માટે રમતગમત વિભાગ પ્રદેશ?સેલ ભાજપના વિષ્ણુ ચૌધરીએ સહયોગ આપ્યો હતો. સંચાલન રાજપૂત યુવક મંડળના પ્રમુખ ધવલ ડુડિયાએ કર્યું હતું. અંગદાન મહાદાનની જાગૃતિ અંગે દિલીપ દેશમુખે પ્રેરણા આપી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer