વડાપ્રધાને વિકાસની રાજનીતિનું ઉદાહરણ આપ્યું છે

વડાપ્રધાને વિકાસની રાજનીતિનું ઉદાહરણ આપ્યું છે
રાપર, તા. 17 : રાપર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસ અંતર્ગત આયોજિત સેવા સપ્તાહનો આરંભ કરાયો હતો.આ સેવા સપ્તાહના આરંભે ઉજ્જવલા યોજના સહિતની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી. આ ઉપરાંત શહેરમાં રમતગમત, રામધૂન વગેરે કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ રાપર શહેર અને તાલુકા ભાજપ દ્વારા ટાઉન હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરાયો હતો. ઉપસ્થિત લાભાર્થીઓને સંબોધન કરતાં રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, નેરન્દ્રભાઈએ  દેશના વડાપ્રધાન તરીકેની  જવાબદારી વહન કરી ત્યારથી દેશના છેવાડાના માનવી સુધી વિકાસ પહોચ્યો છે અને આગામી દિવસોમાં પણ તેમના નેતૃત્વમાં છેવાડાના માનવી સુધી વધુ વિકાસના કામો પહોંચે તેવો ભાવ વ્યકત કર્યો હતે.તેમણે વડાપ્રધાને વિકાસની રાજનીતિનું ઉદાહરણ આપ્યું હોવાનું જણાવી ભારતે આજે વિશ્વને નેતૃત્વ પુરું પાડી વિશ્વમાં ભારતનું નામ શિરમોર હોવાનું તેમણે જણાવ્યું હતું.  શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોનીએ પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું. આ વેળાએ ઉજવલ્લા યોજના અંતર્ગત રાપર તાલુકામાં 11,844 મહિલાને ગેસ કનેકશન અને 1770 મહિલાને ગંગાસ્વરૂપ સહાય યોજનાનો લાભ  આપવામાં આવ્યો હતો. મંચસ્થ મહેમાનોના હસ્તે લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી. તેમજ કોરોના રસીકરણની 100 ટકા કામગીરી કરનારા હમીરપર, કાનપર, કલ્યાણપર,  પદમપરના સરપંચને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ વેળાએ નગરપાલિકાના કારોબારી ચેમેન કાનીબેન પીરાણા, વાલજીભાઈ વાવિયા,   રાડાના પૂર્વ ચેરમેન કેશુભા વાઘેલા,  તાલુકા ભાજપ  પ્રમુખ નશાભાઈ દૈયા, તાલુકા ભાજપ મહામંત્રી  રામજી ચાવડા,  કાનજી પટેલ, કાર્યક્રમના ઈન્ચાર્જ મોહન બારડ, સહઈન્ચાર્જ ભગાભાઈ, શહેર ભાજપ મહામંત્રી લાલજી કારોત્રા, મેહુલ  જોશી, પ્રાંત અધિકારી શ્રી રાવલ વિવિધ ગામના સરપંચો, કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer