પ્રજ્ઞાચક્ષુઓના ઉત્કર્ષમાં કચ્છીઓના સહયોગને સલામ

પ્રજ્ઞાચક્ષુઓના ઉત્કર્ષમાં કચ્છીઓના સહયોગને સલામ
ભુજ, તા. 14 : પ્રજ્ઞાચક્ષુઓના ઉત્કર્ષ તથા જીવન ઘડતર માટે લોકોમાં જાગૃતિ આવે અને આ ઉમદા કાર્યમાં સહયોગ આપે એવા ઉદ્દેશ સાથે 14મી સપ્ટેમ્બરે અખિલ હિન્દ અંધ ધ્વજ દિનની ઉજવણી રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા કરાય છે. જે અંતર્ગત ભુજમાં  રાષ્ટ્રીય અંધજન મંડળ-કચ્છ જિલ્લા શાખા, લાયન્સ ક્લબ ઓફ ભુજ દ્વારા કચ્છમિત્રના પ્રચાર-પ્રસારના  સહયોગથી જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાઇ હતી. આયોજક અગ્રણીઓ વહેલી સવારથી બપોરની ગરમી-તાપ વચ્ચે ખડે પગે રહી જ્યુબિલી ગ્રાઉન્ડથી પસાર થતા વાહનોને  રોકી પ્રજ્ઞાચક્ષુઓ માટે ફંડ એક કર્યું હતું. આ નેક કામમાં પોલીસ અધિકારીઓ પણ ટીમ સાથે જોડાયા હતા. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત નગરપતિ ઘનશ્યામભાઇ ઠક્કર દરવર્ષે અંધજનોના શિક્ષણ ઉત્કર્ષ તેમજ તેમના જીવન ઘડતરની સાથે તેઓને પડતી મુશ્કેલીઓને મહેસૂસ કરી ઉદાર હાથે આપેલા ફાળા બદલ શહેરીજનોને બિરદાવી આ કાર્યમાં વધુને વધુ દાન આપવા અપીલ કરી હતી. કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ માંકડે આયોજનને બિરદાવ્યું હતું. સવારે કાર્યક્રમના પ્રારંભે કચ્છમિત્રના મદદનીશ તંત્રી નિખિલભાઇ પંડ્યા,  આસિ. મેનેજર મુકેશભાઇ ધોળકિયા, ન્યૂઝ એડિટર નવીનભાઇ જોષી, લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રમુખ વિપુલભાઇ જેઠી, મંત્રી અજીતસિંહ રાઠોડ, ખજાનચી અનુપભાઇ કોટક, રજનીભાઇ પટવા, ઉમેશભાઇ પાટડિયા, શૈલેન્દ્રભાઇ?રાવલ, લાયન્સ ક્લબ ઓફ ભુજ ક્વિન્સમાં દમયંતી પિનારા, રેખાબેન વોરા, જશુબેન વેગડ, વિવિધ સમાજના અગ્રણીઓ કમલેશ સંઘવી, અશોક સંઘવી, દિપકભાઇ શાહ (દિપક ચાવાળા) તથા મનીષભાઇ મોરબિયાએ રૂા. 5000નું દાન આપ્યું હતું. સ્વીટી શાહ, સી.એ. જીનીષા સંઘવી, ડો. શિવાંગી ગાંધી, ડો. સોનુ વોરા, ફેની મહેતા, વિરાજ ગાંધી, સ્વીટી શાહ, કિમી શાહ અને દીપાલી શાહે સેવા આપી હતી. આ પ્રસંગે કચ્છ જિલ્લા ટ્રાફિક ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ ભૂપતસિંહ ઝાલા, સિટી ટ્રાફિક ઇન્ચાર્જ પીએસઆઇ નઝીર હુસેન અબડા, યુએચઓ અશોકભાઇ બારોટ, એપીસી ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુપીસી દશરથભાઇ ભરવાડ, ડબલ્યુપીસી સરસ્વતીબેન રાજગોર, ટીઆરબી નરોતમભાઇ સંજોટ સહિત તમામ ટ્રાફિક સ્ટાફે સહકાર આપ્યો હતો.આજે ભુજ તેમજ કચ્છ જિલ્લાના લોકો  તેમજ સરકારી કચેરીઓ, વ્યાપારી સંગઠનોએ સારો પ્રતિસાદ આપીને ફાળો આપતાં કુલ્લ રૂા. 58,741 એકત્રિત થયા હતા. આ કાર્યક્રમ રાષ્ટ્રીય અંધજન મંડળ, કચ્છ જિલ્લા શાખા, ભુજના પ્રમુખ અભયભાઇ શાહ, ઉપપ્રમુખ ભાનુબેન પટેલ, મંત્રી મનોજભાઇ જોષી, ખજાનચી પ્રકાશભાઇ ગાંધી, સહમંત્રી શંકરભાઇ દામા, કારોબારી સભ્યો શંકરભાઇ મારૂ, દેવાંગભાઇ ગઢવી, શિક્ષક હિરાલાલ તુરી, હેતલબેન ભટ્ટ, વિનયભાઇ દવે, અરુણાબેન દવે, કપિલભાઇ વોરા, પ્રજ્ઞાચક્ષુ ભાઇ-બહેનોમાં છગનભાઇ ભદ્રુ, શંકરભાઇ ચારણ, કાનજી મહેશ્વરી, ઇરફાન સમા, શાકેરાબેન સમા, રજાકભાઇ જત, અજય ગરવા, વિનોદભાઇ મહેશ્વરી, શિવુભા જાડેજા, આમદભાઇ, નરેન્દ્ર સોઢા, સુમાર મહેશ્વરી, સિધીકભાઇ કોલી, સંસ્થાના કલાર્ક ધ્રુવ આહીરે જહેમત ઉઠાવી હતી. આ ઉમદા કાર્યમાં હજી પણ જેઓને  દાન આપવાની ઇચ્છા હોય તે રાષ્ટ્રીય અંધજન મંડળ, ભુજ શાખા ફ્લેટ નં. 101, ઋષિકેશ એપાર્ટમેન્ટ, નાગરિક સોસાયટી પાસે ભુજ મો. 96242 23610 અને અભય કલર લેબ ડોસાભાઇ જૈન ધર્મશાળા સામે, વી. ડી. હાઇસ્કૂલની બાજુમાં ભુજ મો. 99781 27831માં અનુદાન નોંધાવી શકશે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer