અંજારમાં સાંજે વેગ વધારતા મેઘરાજા : વધુ દોઢેક ઇંચ

અંજારમાં સાંજે વેગ વધારતા મેઘરાજા : વધુ દોઢેક ઇંચ
અંજાર, તા. 14 : શહેરમાં વરસાદી માહોલ વચ્ચે સવારે થોડો સમય આકાશ વરસાદી વાદળાઓથી મુક્ત થતાં સૂર્યદેવના દર્શન થયા હતા, પરંતુ બપોર બાદ વાતાવરણ બદલતાં બપોરના એકથી ચાર વચ્ચે જોરદાર વરસાદી ઝાંપટાં સાથે વરસાદ શરૂ થયો હતો. મોડી સાંજ સુધી દિવસ દરમ્યાન 23 મિ.મી. વરસાદ નોંધાયો હતો અને રાત્રે તો વેગ એવો પકડયો કે જાણે બારેમેઘ ખાંગા ! અગાઉના 459 મિ.મી. અને આજનો 23 મિ.મી. સાથે સિઝનનો વરસાદ 482 મિ.મી.  19 ઇંચથી વધુ થયો છે. બપોરના વરસાદી ઝાંપટાંથી એસ.ટી. રોડ તરફ રસ્તાની બન્ને બાજુ પાણી ભરાયા હતા. શહેરની મુખ્ય શાકમાર્કેટમાં પણ ભારે વરસાદથી ઘૂંટણ સુધી પાણી ભરાતાં ઓકશનમાં મુશ્કેલી થયી હતી.તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ખેડોઇ, નાગલપુર, ખંભરા, સિનોગ્રા, ચાંદ્રોડા, ભુવડ, ચંદિયા, વરસામેડી, અજાપર, ભીમાસર, સતાપર, લાખાપર, રતનાલ, સાપેડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ એકથી બે ઇંચ વરસાદ નોંધાયો છે. ભાદરવાના ભૂસાકા જેવો વરસાદ કોઇ જગ્યાએ વધુ તો કોઇ જગ્યાએ ઓછો થવાના પણ સમાચાર મળી રહ્યા છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદના પગલે તળાવોમાં નવાં નીર આવ્યાં હતાં. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer