આદિપુરમાં સંસ્કૃત શ્લોકની ભાવવાહી ઊર્મિઓ સાથે શિક્ષક કવિ સંમેલન યોજાયું

આદિપુરમાં સંસ્કૃત શ્લોકની ભાવવાહી ઊર્મિઓ સાથે શિક્ષક કવિ સંમેલન યોજાયું
આદિપુર, તા. 14 : ગુજરાત સાહિત્ય અકાદમી અને ક્રિષ્ના પબ્લિક દ્વારા શિક્ષક કવિ સંમેલન પ્રભુદર્શન હોલ, આદિપુર ખાતે યોજાયું હતું જેની શરૂઆત દીપ પ્રાગટય અને સંસ્કૃતના શ્લોકથી ભાવાવહી ઊર્મીઓ સાથે ડો. નવનીતા રાઠી અને પંકજભાઈએ રજૂઆત કરી હતી. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. વિષ્ણુ પંડયાના આશીર્વાદસહ આભાર વ્યક્ત કરીને સંયોજક ડો. રાઠી અને સહસંયોજક ઓ.પી. સરિયાલાએ ગાંધીધામ નગર પ્રમુખ ઈશિતાબેન ટીલવાની, મારવાડી યુવા મંચ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નંદલાલ ગોયલ, માનવતા ગ્રુપ પ્રમુખ ગોવિંદભાઈ દનીચાનું પ્રતીક ભેટ વડે સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના બેસ્ટ ટીચર એવોર્ડ વિજેતા ડો. અંજનાબેન મોદીનું વિશિષ્ટ સન્માન સાહિત્ય સૌરભ સંસ્થાના પ્રમુખ અમૃતલાલ સ્પંદને શાલ ઓઢાડી અને ડી.વી. હાઈસ્કૂલના પૂર્વ શિક્ષક એન.કે. ધોરિયા વતી કલમથી  તો અંજાર નગર પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલનું સન્માન ડો. રાઠીએ જ્યારે કચ્છ ગૌરવ પુરસ્કાર વિજેતા ડો. રમેશભાઈ ભટ્ટ `રશ્મિ' અને કાનજીભાઈ મહેશ્વરી `રીખિયો'નું સન્માન પ્રતીક ભેટ અને ગુલદસ્તાથી કરાયું હતુ. પ્રથમ ચરણમાં પાંચ કવિ શિક્ષકો મીનાક્ષી ઠાકુર, રાકેશ ગંગવાની, કાન્તવાલ મનીષકુમાર, અજીજ છરેચા, કૈલાસબેન ચિત્રોડા પછી ડો. રમેશભાઈ ભટ્ટે રસાસ્વાદ કરાવ્યો હતો. બીજા ચરણમાં નરેશ સોનારીવાલ, નાર્શ્કુમાર સોલંકી, ગાડિયા જિજ્ઞેશ, પ્રકાશ પ્રજાપતિ, ડો. ભાવેશભાઈ ભટ્ટ, ગોરખા ક્રિષ્ના વગેરેના કાવ્યોનો રસાસ્વાદ કાનજીભાઈ પોતાની રચના સાથે,  ત્યાબાદ ગાંધીધામ પાલિકા અધ્યક્ષા ઈશિતાબેને મેહુલ ભટ્ટ, નીલેશ ચાવડા, સવિતા પ્રજાપતિ, સ્વેતા જૈન, અંજલિ સેવક, સોનલ અગ્રવાલ અને કવિતા સોલંકીના કાવ્યોનો આસ્વાદ કરાવ્યો હતો. જ્યારે ડિમ્પલબેને આરતી ભાનુશાલી, ફોરમ મહેતા, ભારતી સરદારાગની, ખત્રી હુસૈન, ઈસ્માઈલ કમર કચ્છી, કુસુમલતા શર્માની રચનાઓ વિશે વિશિષ્ઠ કાવ્યદર્શન કરાવ્યું હતું. માનવતા ગ્રુપના પ્રમુખ શ્રી દનીચાએ અનેઘાસિંઘ, ચંદ્રકાન્ત ઢાળ, ફકીરમામદ,  વેરશી માતંગ, રાકેશ ગેગનાની, રાકેશ પટેલ, ગિરીશ મકવાણાની રચનાઓ વિશે વાત કરી હતી.વિશિષ્ટ રચનાઓ દેવલબેન ગઢવી, સાહિત્ય  સૌરભના પ્રમુખ અમૃતલાલ, ડો. રમેશભાઈ, વિનોદ માણેક `ચાતક', અમૃતભાઈ નિશારે રજૂ કરી હતી. આભારવિવિધ ઓ.પી. સરિયાલાએ કરી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer