વ્યક્તિ નહીં, સંગઠન મહાન છે : ખેતી-ખેડૂતનો સારો સમય ચોક્કસ આવશે

વ્યક્તિ નહીં, સંગઠન મહાન છે : ખેતી-ખેડૂતનો સારો સમય ચોક્કસ આવશે
ભુજ, તા. 14 : ભારતીય કિસાન સંઘ ભુજ તા. દ્વારા નાગોર ગામે સોરઠિયા સમાજવાડી ખાતે નાગોર તેમજ ત્રંબૌ અને ભારતીય કિસાન સંઘ?ભુજ તા. દ્વારા તાલુકા કક્ષાની બલરામ જયંતી ઉજવાઇ હતી.આ કાર્યક્રમ નાગોર ગ્રામ સમિતિના પ્રમુખ મોહનભાઇ કાતરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ભારતીય કિસાન સંઘ ભુજ તા. પ્રમુખ કાનજીભાઇ ગાગલ, મંત્રી મનસુખભાઇ માકાણી, ત્રંબૌના પ્રમુખ શિવજીભાઇ કાતરિયા, નાગોરના સરપંચ વિજ્યાબેન, ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાના પ્રમુખ શિવજીભાઇ બરાડિયા, જિલ્લા મંત્રી ભીમજીભાઇ, મહિલા મંત્રી વાલુબેન, ભુજ તા.વાલી રમણીકભાઇ, ઉ.પ્ર. નારાણ વરસાણી, ખજાનચી પ્રેમજીભાઇ, સામાજિક અગ્રણી નારણભાઇ કાતરિયા વિ. અગ્રણીઓ મંચસ્થ રહ્યા હતા. પ્રારંભે ભગવાન બલરામજીનું આરતી-પૂજન કરાયું હતું. ઉપસ્થિત મહાનુભાવોનો પરિચય મનસુખભાઇ?માકાણીએ આપ્યો હતો. શાબ્દીક સ્વાગત રમણીકભાઇ કાતરિયાએ કર્યું હતું. મંચસ્થ અગ્રણીઓનું સન્માન કરાયા બાદ નાગોરની બાલિકાઓ દ્વારા રાસ-ગરબા યોજાયા હતા.પ્રસંગમાં ભગવાન બલરામનું પ્રાસંગિક નારણભાઇ વરસાણી દ્વારા ઉદબોધન કરાયું હતું. તા. પ્રમુખ કાનજીભાઇએ તેમના ઉદબોધનમાં જણાવ્યું કે, બલરામ ભગવાને જે રાહ બતાવ્યો છે તે રાહે ચાલીને સંગઠિત થઇને ખેતી કરવી. આવનારા સમયમાં જે કાંઇ પ્રશ્નો હશે તે સંગઠન દ્વારા ઉકેલશું. જિલ્લા મંત્રી ભીમજીભાઇએ જણાવ્યું કે, શ્રી બલરામે શીખવાડેલ પ્રાકૃતિક ખેતી તરફ જવું પડશે.જિલ્લા પ્રમુખ શિવજીભાઇ?બરાડિયાએ કહ્યું કે, સંગઠન મહાન છે, વ્યક્તિ નહીં. સંગઠનમાં રાષ્ટ્રહિત સર્વોપરી છે. ખેડૂત અને ખેતીનો સમય બહુ જ સારો આવવાનો છે. ધીરજ રાખવાની જરૂર છે. ખેતી ટકાવી રાખજો અને કચ્છમાં નર્મદા પાણી માટે આપણે સંગઠિત થઇને ઝઝુમશું. કાર્યક્રમના અધ્યક્ષ મોહનભાઇ કાતરિયા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરાયું હતું. આભારવિધિ પ્રફુલચંદ્ર હડિયાએ કરી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer