નેત્રામાં વથાણ ચોક ખાતે વારંવાર ઊભરાતી ગટર : કાયમી ઉકેલ જરૂરી

નેત્રામાં વથાણ ચોક ખાતે વારંવાર ઊભરાતી ગટર : કાયમી ઉકેલ જરૂરી
રવાપર (તા. નખત્રાણા), તા. 14 : તાલુકાના નેત્રા (માતાજી) ખાતે મુખ્ય બસ સ્ટેશન વિસ્તારમાં વારંવાર ગટરના પાણીથી લોકોને ભારે મુશ્કેલી થાય છે. તા.પં. સભ્ય હરિલાલભાઇ ચારણ દ્વારા તા.પં. જિલ્લા સ્તરે રજૂઆત કરી આ પ્રશ્ને કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરાઇ છે. તેમના જણાવ્યા અનુસાર બસ સ્ટેશનનો મુખ્ય વિસ્તાર અને વથાણ નામે ઓળખાતો આ વિસ્તાર વેપારી વર્ગ, શાકમાર્કેટ, ખાણી-પીણી સહિત ગામની મુખ્ય વસતીથી ધમધમે છે. વિસ્તારમાં  વારંવાર ગટર છલકાય છે જેમાં છેલા જેવી સ્થિતિ સર્જાય છે. ગ્રા.પં. પાસે આ પ્રશ્ને કોઇ જ કાયમ ઉકેલ ન હોવાથી તાત્કાલિક અસરથી આ પ્રશ્ને વહેલીતકે કાર્યવાહી હાથ ધરવા તેમણે માંગ કરી છે. હાલે પણ ગામમાં રોગચાળો છે. ત્યારે મચ્છરના ઉપદ્રવથી રોગચાળો ફાટી નીકળે તે પહેલા આ ગટર યોજનાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરાઇ છે અન્યથા આ પ્રશ્ને ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવવાની જરૂર પડશે તેવી ચીમકી પણ અપાઇ હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer