આરોગ્યની જાળવણી માટે જીવનશૈલી સરળ બનાવવાની જરૂરત પર ભાર

આરોગ્યની જાળવણી માટે જીવનશૈલી સરળ બનાવવાની જરૂરત પર ભાર
ભુજ, તા. 14 : આજના આધુનિક સમાજમાં આરોગ્યની જાળવણી માટે જીવનશૈલી પર ખાસ ધ્યાન આપવાની અને સરળ બનાવવાની જરૂરત હોવાની સલાહ નારાયણપર ગામે યોજાયેલા આયુર્વેદ નિદાન કેમ્પમાં અપાઇ હતી.  સ્વામિનારાયણ આયુર્વેદિક  ઓષધશાળાના ઉપક્રમે કાનજીભાઇ કરમણ વેરકિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા આ કેમ્પમાં નિષ્ણાત વૈદોએ ચામડી અને વાળના રોગો સંદર્ભે નિદાન કરીને સારવાર સૂચવી હતી. એક દિવસના આ કેમ્પનો સ્વામિનારાયણ મંદિરના સંતોએ અને આગેવાનોએ દીપ પ્રગટાવીને આરંભ કરાવ્યો હતો.  ભુજ મંદિરના સંતો નારાયણવલ્લભદાસજી, ધર્મચરણદાસજી, પુરુષોત્તમસ્વરૂપ સ્વામી, ડો. સત્યપ્રસાદ સ્વામી અને ધનશ્યામકેશવ સ્વામી સહિતનાએ આશીર્વાદ આપ્યા હતા. ઔષધાલયના ડો. નંદકુમાર મેનન અને ડો. નિષ્ઠાબેન ઠક્કર અને સ્ટાફે કેમ્પમાં સેવા આપી હતી. તમામ દર્દીઓને નિ:શુલ્ક દવાઓ અપાઇ હતી અને આગળની સારવાર ભુજમાં ઔષધાલય દ્વારા રાહત દરે કરી આપવાની જાહેરાત કરી હતી. યજમાન ટ્રસ્ટના મોવડી રામજીભાઇ દેવજી વેકરિયા અને તેમના પત્ની રતનબેને સૌને આવકાર્યા હતા. ભુજ સ્વામિનારાયણ મંદિરના ઉપકોઠારી  જાદવજીભાઇ ગોરસિયા, મૂરજી કાનજી વેકરિયા, ગોપાલભાઇ પ્રેમજી ગોરસિયા અને મનજીભાઇ વેકરિયાએ હાજર રહીને માર્ગદર્શન આપીને વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer