એક ગામ એક તલાટીનું મહેકમ આપો

એક ગામ એક તલાટીનું મહેકમ આપો
ભુજ, તા. 14 : તલાટી સહમંત્રીઓના સરકાર દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતો હોવાથી સકારાત્મક નિરાકરણ લાવવા માટે સરકારને ભલામણ કરવા આજે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને કચ્છ જિલ્લા તલાટી મંડળે આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયેલી પડતર માગણીઓમાં મુખ્યત્વે અકે ગામ એક તલાટીનું મહેકમ, વિસ્તરણ અધિકારી તરીકે બઢતી, મહેસૂલ તલાટીઓને પંચાયત તલાટીમાં મર્જ કરવા ઉપરાંત સળંગ નોકરી ફેરબદલી સહિતના મુદા રજૂ કરાયા હતા.મંડળના પ્રમુખ વિજયગિરિ ગોસ્વામીએ જણાવ્યું કે રાજ્ય મહામંડળની કારોબારી દ્વારા સરકારને આવેદનપત્ર આપી આગામી સમયમાં તબક્કવાર વિરોધના કાર્યક્રમ યોજાશે તેવું જણાવ્યું હતું. કચ્છના તમામ તલાટી સહ મંત્રી પણ આગામી વિરોધ કાર્યક્રમોમાં જોડાશે તેવું જિલ્લા તંત્રને અપાયેલા આવેદનપત્રમાં ઉમેરાયું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer