સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મોદી સહિત 100 વિશ્વનેતા પ્રત્યક્ષ હાજરી આપશે

નવી દિલ્હી, તા. 14 : વિશ્વનાં નેતાઓની ઉપસ્થિતિમાં આગામી સપ્તાહે યોજાનારી સંયુક્તરાષ્ટ્ર મહાસભાની વાર્ષિક બેઠકમાં 100થી વધુ દેશોનાં પ્રમુખો વ્યક્તિગત રૂપે હાજરી આપશે. જેમાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડન પણ સામેલ છે.ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીનાં કારણે 2020માં આ મહાસભા ઓનલાઈન મળી હતી. જ્યારે હવે દુનિયામાં કોરોનાનો પ્રકોપ મંદ પડયો છે ત્યારે ફરીથી પરિષદ પ્રત્યક્ષ મળવાની છે.મોદી સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને 2પમી સપ્ટેમ્બરે સંબોધન કરશે. તેનાં એક દિવસ અગાઉ જો બાઈડનની યજમાનીમાં વોશિંગ્ટન ડીસીમાં ક્વાડ દેશનાં નેતાઓનું શિખર સંમેલન મળશે.વિદેશ મંત્રાલયનાં અધિકૃત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મોદી, બાઈડન, ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને તેમનાં જાપાની સમકક્ષ યોશિહિદે સુગા ક્વાડ શિખર પરિષદમાં ભાગ લેશે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer