સુએઝ કેનાલ ફરી અવરોધાતાં ભારતના શિપિંગ ક્ષેત્રમાં ચિંતા

ગાંધીધામ, તા. 14 : ઇજિપ્ત પાસે વિકસાવાયેલા જળમાર્ગ સુએઝ કેનાલમાં ફરી એક તોતિંગ જહાજ ફસાઇ જતાં દોડાદોડ થઇ પડી છે. ભારતીય શિપિંગ ક્ષેત્રને પણ તેનાથી ચિંતા પેઠી છે. સંકુલના શિપિંગ ઉદ્યોગકારોમાંથી મળતી માહિતી મુજબ વિશ્વમાં જહાજી સેવાના વધતા જતા ઉપયોગને કારણે આમ પણ સુએઝ કેનાલમાં ટ્રાફિકનું મોટું ભારણ છે તેવામાં આ નહેર થોડા દિવસ માટે પણ બંધ થઇ જાય તો આ ક્ષેત્રને ભારે આર્થિક નુકસાન વેઠવું પડે તેમ છે.મળતી માહિતી પ્રમાણે પનામાનું જહાજ કોરલ ક્રિસ્ટલ કેનાલમાં આડું ફસાઇ ગયું હતું. 43 હજાર ટન કારગો લઇ જતું આ જહાજ ફસાતાં એકતરફની લેન સદ્તંર બંધ થઇ ગઇ હતી. કેનાલ સત્તાવાળાઓએ અન્ય જહાજોને અન્યત્ર વાળવાનું શરૂ કર્યું હતું. ગુરુવારે આ કેનાલમાંથી 3.2 મિલિયન ટન કારગો સાથેના 61 જહાજો પસાર થયા હતા.કેનાલ અવરોધાવા છતાં જહાજોના ટ્રાફિકને અટકવા ન દેવાય તે દિશામાં સ્થાનિક તંત્ર કામે લાગ્યું છે. કચ્છના કંડલા અને મુંદરા બંદરે પણ આવતા-જતા ઘણા જહાજ સુએઝમાંથી પસાર થતા હોઇ કચ્છના ઉદ્યોગકારોને તેની ચિંતા પેઠી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer