ક્રિકેટને મલિંગાની અલવિદા

કોલંબો, તા. 14 : 295 મેચમાં 390 વિકેટ ઝડપનારા શ્રીલંકાની ક્રિકેટ ટીમના ઝડપી બોલર લસિથ મલિંગાએ ટી-ર0 ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી પોતાના ચાહકોને મોટો આંચકો આપ્યો છે. મલિંગાએ એક મેસેજ શેર કરી કહ્યું કે આજનો દિવસ તેના માટે ખાસ છે અને તે એ દરેકનો આભાર માનવા ઈચ્છે છે  જેણે ટી-ર0ની કારકિર્દી દરમિયાન તેનું સમર્થન કર્યું છે. તેણે કહ્યું કે મારા શૂઝ હવે વિરામ લેશે પરંતુ ક્રિકેટ પ્રત્યેનો મારો પ્રેમ કયારેય વિરામ નહીં લે. આ પહેલાં વર્ષ ર011માં ટેસ્ટ ક્રિકેટમાંથી અને ર019માં વન-ડે ક્રિકેટમાંથી તે નિવૃત્તિ જાહેર કરી ચૂકયો છે. ટી-ર0 માંથી નિવૃત્તિ સાથે તેણે હવે ક્રિકેટને કાયમ માટે અલવિદા કહી દીધું છે. આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાંથી કરારમુક્ત થયા બાદ મલિંગાએ ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવાનું પણ છોડી દીધું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer