ઓલિમ્પિકમાં નીરજ ચોપડાના કોચ રહેલા હોનની હકાલપટ્ટી !

જયપુર, તા. 14 : ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે ભાલાફેંકમાં પહેલીવાર ગોલ્ડ મેડલ જીત્યો. ઓલિમ્પિયન નીરજ ચોપડાએ નવો ઈતિહાસ રચ્યો પરંતુ આ ઓલિમ્પિકમાં ભાલાફેંકમાં ભારતના રાષ્ટ્રીય કોચ રહેલા ઉવે હોનની હવે હકાલપટ્ટી કરવામાં આવી છે. અથ્લેટિકસ સંઘ તેમના પ્રદર્શનથી ખુશ ન હોવાનું અને હવે નવા વિદેશી કોચની નિયુક્તિ કરવામાં આવનાર હોવાના અહેવાલ છે ! એએફઆઇએ મુખ્ય કોચ હોન સાથે નાતો તોડી નાખ્યો છે અને સંઘ એક નહીં પરંતુ બે વિદેશી કોચ લાવી રહ્યંy છે. પૂર્વ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર પ9 વર્ષના જર્મન કોચ હોનનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આવ્યો નથી. એએફઆઇના અધ્યક્ષ આદિલ સુમરિવાલાએ કહ્યંy કે, અમે બે નવા કોચની નિયુક્તિ કરવા જઈ રહ્યા છીએ. અમે ઉવે હોનને બદલી રહ્યા છીએ, કારણ કે અમે તેમના પ્રદર્શનથી ખુશ ન હતા. અમે ગોળાફેંક માટે પણ વિદેશી કોચની શોધ કરી રહ્યા છીએ. ઓલિમ્પિક પહેલાં જ હોને કરાર મામલે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા તેની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હતું. તેને નીરજ ચોપડા તથા અન્ય બે એથ્લિટને તૈયાર કરવા એક વર્ષ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer