ચીરઈ ધાડ, હત્યાના પ્રયાસના કેસમાં આરોપીની ધરપકડ

રાપર, તા. 14 : ભચાઉ તાલુકાના ચીરઈમાં ટોળાએ ઘરમાં ઘુસી તોડફોડ કરી લૂંટ કરી હોવાના કેસમાં પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડયો હતો. જયારે સામખિયાળીમાં થયેલી ચોરીના કેસમાં પણ એક આરોપીને પોલીસે કાયદાના સકંજામાં લીધો હતે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 30ના સાંજના અરસામાં બન્યો હતે. 25 જણાના ટોળાએ હુમલો કરી લૂંટ કરી હતી. આ કેસમાં આરોપી રાયધણ ઉર્ફે રાધીયો રામા કોલી સાડાત્રણ મહીનાથી ફરાર હતો ફરાર આરોપીઓને ઝડપી પાડવા  પોલીસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબ આરોપી રાયધણને ચીરઈ ગામના ઓવરબ્રીજ પાસેથી ઝડપી પાડયો હતો.  આરોપી સામે શરાબની હેરફેરનો પણ ગુનો નોંધાયેલો છે. આ કાર્યવાહીમાં ભચાઉ પી.આઈ જી.એલ. ચૌધરી, સર્વેલન્સ સ્ટાફ, આમરડી ઓપીનો સ્ટાફ, ભચાઉ પોલીસ મથકનો સ્ટાફ જોડાયો હતો. બીજી બાજુ સામખીયાળી પોલીસ મથકે નોંધાયેલી ટાયરની ચોરીના કેસમાં પોલીસે આરોપી અર્જુન કુમાર નંદલાલ મહાસાને ઝડપી પાડયો હતો. આ કેસમાં વધુ કડીઓ મેળવવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પી.એસ.આઈ એ.વી.પટેલ, સહાયક ફોજદાર મહેશભાઈ, હેડકોન્સ્ટેબલ ગેલાભાઈ, કોન્સ્ટેબલ હરિસિંહ વિગેરે જોડાયા હતા.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer