ગાંધીધામ : એ આરોપીઓને મદદ કરનારાને પણ પોલીસ ઝડપી લે

ગાંધીધામ, તા. 14 : શહેરના એક મહિલા સાથે થયેલા દુષ્કર્મના પ્રકરણના આરોપીઓને સહકાર આપનારા, છાવરનારા તથા મદદ કરનારાઓની પણ અટક કરવા માંગ કરવામાં આવી હતી. શહેરના એક મહિલા સાથે દુષ્કર્મ કરી તેમને ડરાવી, ધમકાવી તેમની પાસેથી રૂા. 50 લાખ ઉપરાંતની રકમ પડાવી લેવામાં આવી હતી. આ બનાવ અંગે સુલેમાન ઉર્ફે કાકાડો અને તેના બે ભાઇઓ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ ત્રણેય પોતાના મળતિયા પાસે સંતાયેલા હોવાનું અને આ આરોપીઓને વહેલી તકે ઝડપી લઇ કડક કાર્યવાહી કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી હાજી જુમાભાઇ રાયમાએ પોલીસવડા સમક્ષ માંગ કરી હતી. તેમને આશરો આપનારા, મદદરૂપ થનારા લોકોની પણ અટક કરવા માંગ કરાઇ હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer