માતાના મઢમાં 60 પશુ પર આકાશી વીજળી પડતાં મેત બદલ રૂા. 1.30 લાખનું વળતર

માતાના મઢ (તા. લખપત), તા. 14 : અહીં 13મી જુલાઇના સાંજે અવકાશી વિજળી પડતા 60 જેટલા બકરી-બકરાઓનું મોત થયું હતું. જેના વળતરરૂપે એક લાખ ત્રીસ હજારનો ચેક અપાયો હતો.આકાશી વીજળીની ઘટના બાદ લખપત તાલુકાના ટી.ડી.ઓ. સ્વ. ભાલોડીઆની સૂચનાથી તલાટી મંત્રી, અશ્વિન સોલંકીએ આ વિજ પ્રકોપથી મરનાર બકરીઓનું પંચનામું કર્યું હતું. જેના અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા અને મા. મઢના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાનાં હસ્તે માલધારી લીલાજી સોઢાને વળતર રૂપે એક લાખ ત્રીસ હજારનો ચેક આપવામાં આવ્યો હતો. આ વેળાએ માલધારી લીલાજી સોઢાએ વળતરની રકમ આપવા બદલ ગુજરાત સરકાર તેમજ મા. મઢના સરપંચનો આભાર માન્યો હતો. તેમજ મઢના સરપંચ સુરેન્દ્રસિંહએ તાલુકા પંચાયતના અધિકારીઓનો સહયોગ આપવા બદલ આભાર માન્યો હતે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer