માધાપરમાં બે દ્વિચક્રી વચ્ચે ટક્કરમાં એક જ પરિવારના ચાર જણ ઘવાયા

ભુજ, તા. 14 : તાલુકાના માધાપર ગામે ગંગેશ્વર રોડ ઉપર નરનારાયણનગર નજીક બે દ્વિચક્રી વચ્ચેની ટક્કરમાં એક જ પરિવારના ચાર સભ્ય ઘવાયા હતા.ગઇકાલે સવારે આ ઘટના બની હતી. ઘાયલ થયેલા વિષ્ણુ જયંતી નાઇ (ઉ.વ.28), તેના પત્ની શિલ્પાબેન (ઉ.વ.25) તથા બે સંતાન અંજલિ (ઉ.વ. 7) અને સાક્ષી (ઉ.વ.3)ને અત્રેની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તેમ પોલીસે જણાવ્યું હતું.દરમ્યાન આ કિસ્સામાં એક બાળકીનું મૃત્યુ થયાની વિગતો ચર્ચા સ્વરૂપે બહાર આવી હતી. અલબત્ત, પોલીસ ચોપડે આ સંબંધી કોઇ નોંધ કરાવાઇ નથી.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer