મનફરામાં યુવાનની હત્યા પાછળ પૈસાની લેતીદેતી કારણભૂત

રાપર, તા. 14 : ભચાઉ તાલુકાના મનફરામાં ગત મોડી સાંજના અરસામાં કરમશી ઉર્ફે પપ્પુ કોલીની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નીપજાવવાના  બનાવના પગલે પોલીસ બેડામાં ભારે દોડધામ થઈ પડી હતી. આ બનાવમાં પોલેસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડયો હતો.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ મનફરા ગામમાં ગત મોડી સાંજના અરસામાં બનાવ બન્યો હતો.  આરોપી સુરેશ ઉર્ફે દીગુ દેવસી કોલીએ કોઈ અગમ્ય કારણોસર માથાના ભાગે ઘા મારી હત્યા નીપજાવી ફરાર થઈ ગયો હતો. બનાવના પગલે પોલીસ બેડામાં ભારે દોડધામ થઈ પડી હતી. પોલીસે ઘટના સ્થળે જઈને વરસતા વરસાદે  બનાવની સઘન તપાસ હાથ ધરી હતી. આરોપીને ઝડપી પાડવા ભચાઉ પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી  તપાસનો દોર આરંભાયો હતો. દરમ્યાન બાતમીના આધારે  આરોપીને મનફરાની 8 કી.મી દુર ખારોઈ કેનાલથી આગળના રોડ ઉપરથી ઝડપી પાડયો હતે. આરોપી રાત્રીના પગપાળા  જતો હતો. ત્યારે પોલીસે દબોચી લીધો હતો. તપાશનીસ અધિકારી ભચાઉ પે.આઈ જી.એલ. ચૌધરીના જણાવ્યા પ્રમાણે આરોપી અને મૃતક ભેગા કામ કરતા હતા. અને પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થઈ હતી. આ દરમ્યાન રોષે ભરાયેલા આરોપીએ કરમશીની હત્યા નીપજાવી હતી. આરોપીને રાઉન્ડઅપ કરી પોલીસે બનવાની કડી મેળવવા તપાસના ચક્રો વધુ તેજ કર્યા છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer