ભચાઉ લૂંટના બનાવમાં બાઈક સાથે આરોપી ઝડપાયો

રાપર, તા. 14 : ભચાઉની બજારમાં ગત બપોરના અરસામાં અજાણ્યા શખ્સોએ વેપારીને રોકીને છરીની અણીએ  બાઈકની લૂંટ કરી હતી. પોલીસે આ બનાવમાં પણ   એક જ દિવસમાં લૂંટાયેલી બાઈક સાથે એક આરોપીને ઝડપી પાડયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત બપોરે બજારમાં બન્યો હતો. કપડાના વેપારી જગદીશ જમનાદાસ ઠક્કર ઘરે જતા હતાં. આ અરસમાં બે અજાણ્યા શખ્સોએ તેમને રોકી અપશબ્દો કહી છરીની અણીએ બાઈક લૂંટી નાસી ગયા હતાં. દિન દહાડે બનેલા બનાવના પગલે  નગરમાં ભારે ચકચાર પ્રસરી હતી.દરમ્યાન લૂંટ કરનાર એક  આરોપી  બાઈક લઈને નવી રોટરી કલબ પાસેથી પસાર થવાનો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આરોપી મયુર લાખા કોલી પસાર થતા તેને રોકીને પુછપરછ કરાઈ હતી. પોકેટ કોપમાં સર્ચ કરતા આ મોટર સાઈકલ લૂંટાયેલી બાઈક હોવાનું માલુમ પડયું હતેં.  આ કાર્યવાહી દરમ્યાન રૂ. 35  હજારની કીમતનું બાઈક કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. તેની સાથે સંડોવાયેલા બીજા શખ્સને ઝડપી પાડવા તપાસ હાથ ધરાઈ છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer