ડીપીટીના સિવિલ વિભાગ સામે કામદાર સંઘના ગંભીર આક્ષેપ

ગાંધીધામ, તા. 14 : કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન (એચ.એમ.એસ.) દ્વારા અહીંના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના સિવિલ વિભાગ ઉપર આક્ષેપ કરાયા છે. કામદારો માટે મહાબંદરે જરૂરી સુવિધા સત્વરે ઊભી કરવા મુખ્ય ઇજનેરને અનુરોધ પણ કરાયો છે. ડીપીટીના સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ સંગઠનના પ્રમુખ એલ. સત્યનારાયણે લખેલા પત્રમાં જણાવાયું છે કે મહાબંદરે મરિન ભવનની સામે મરિન વિભાગના કામદારોને બેસવા તથા તરોતાજા થવા માટે અપૂરતી વ્યવસ્થા છે. મોટો શેડ તથા બાથરૂમ-ટોયલેટની વધુ સુવિધા આવશ્યક છે. આ સંગઠને આ પ્રશ્ને બે વર્ષથી રજૂઆતો કરી છે પરંતુ આ વ્યવસ્થા ઊભી?થતી નથી, તેવું જણાવીને પત્રમાં જો સિવિલ વિભાગના હાર્બર ડિવિઝનમાં અધિકારીઓનાં હિત કે મતલબનું કામ હોય છે તો તેવાં કામ વગર ટેન્ડરે કરી દેવાય છે તેવો ભંગીર આક્ષેપ પણ કરાયો છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer