અંજારના નગરસેવકે ખરેખર `સેવક'' તરીકે ભૂમિકા ભજવી

અંજાર, તા. 14 : ચૂંટણી પરિણામ બાદ વિજેતા થતાં જ જાણે દેશનું સર્વોચ્ચ પદ અને જવાબદારી પોતાનાં જ શિરે હોય તેવી ભ્રમણામાં રાચતા કચ્છના નગરસેવકોને અંજાર સુધરાઈના કારોબારી ચેરમેને રાહ ચીંધ્યો છે. અંજારના ચિત્રકૂટ સર્કલ મુરલી રેસ્ટોરન્ટ પાસે રસ્તામાં વરસાદને પગલે ભૂવો પડતાં એક બાઈકચાલક એ ખાડા થકી પડયા હતા. નજીકમાં ઊભેલા નગરસેવક અને સુધરાઈના કારોબારી ચેરમેન વિજય પલણે એ બાઈકચાલકને મદદ તો કરી જ સાથોસાથ રાતના સવા અગિયાર વાગ્યા જેવા સમયે સુધરાઈ કચેરીના સ્ટાફને બોલાવી એ ખાડો પુરાવ્યો હતો જેથી અન્ય અકસ્માત ન થાય. નગરસેવક તો ઘણા છે અને ખાડાઓનો પણ પાર નથી, પરંતુ આવા ચીવટવાળા `સેવક' આવે તો જ નગરની સેવા થાય, વાત માત્ર અંજાર પૂરતી સીમિત નથી. કચ્છની તમામ સુધરાઈના અને ભ્રમણાના ભાર તળે દબાયેલાઓને જાગવા જેવું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer