વડાપ્રધાનના જન્મદિને કચ્છમાં 3100 ઉજ્જવલા કિટ અપાશે

ભુજ, તા. 14 : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિત્તે કચ્છમાં જિલ્લા, તાલુકા અને નગરપાલિકા કક્ષાએ  વિવિધ 17 સ્થળે કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને અપાશે.અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ઉજ્જવલા યોજના-2 અંતર્ગત 3100 લાભાર્થીઓને ઉજ્જ્વલા કિટ અને સબક્રિપ્શન વાઉચર અપાશે એમ પુરવઠા અધિકારી ચૌધરીએ જણાવ્યું હતું. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની મુખ્યમંત્રી બાળ સહાય યોજના હેઠળ જિલ્લામાં 60 અનાથ બાળકો તેમજ 514 જેટલા સિંગલ પેરેન્ટ બાળકોને ડાયરેક્ટ બેનિફિસરી ટ્રાન્સફર રૂા. બે હજારની સહાય બાળકોના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે તેમ બાળસુરક્ષા અધિકારી વિપુલ ડોરિયાએ જણાવ્યું હતું.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ અંતર્ગત જિલ્લાના જે ગામોમાં વેક્સિનેશનનો100 ટકા પ્રથમ ડોઝ પૂર્ણ કરાયો છે એવા આ લખાય છે ત્યાં સુધી 220 જેટલા સરપંચોનું સન્માન કરવામાં આવશે એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનક માઢક દ્વારા જણાવાયું છે, જ્યારે ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય સંબંધી કામગીરી કરવામાં આવશે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer