નખત્રાણામાં ટ્રસ્ટની હોસ્પિટલમાં 17 દિનની સારવારથી નવજાતને નવજીવન

નખત્રાણા, તા. 14 : અહીં પાટીદાર સર્વોદય સેવા સંઘ સંચાલિત દેવાશિષ હોસ્પિટલ ખાતે તાલુકા સાંયરા (યક્ષ)ના દક્ષાબેન કોલી જેની સામાન્ય પ્રસૂતિ-ગાયનેક ડો. શક્તિસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવી હતી. નવજાત બાળકને સારવાર દ્વારા નવજીવન અપાયું હતું. જન્મેલા બાળકનું વજન 1 કિલો 200 ગ્રામ હતું. બાળક જન્મ્યા બાદ રડ્યું જ ન હતું અને તેની શ્વાસોચ્છવાસની પ્રક્રિયા ચાલુ હતી નહીં તેવું બાળરોગ નિષ્ણાત જૈવિક પટેલે  જણાવ્યું હતું. હોસ્પિટલમાં કાચની પેટીમાં વેન્ટિલેટર પર બાળકને રાખવામાં આવ્યું હતું તે દરમ્યાન એના પેટમાંથી કાળો બગાડ નીકળ્યો હતો અને ખેંચ પણ ચાલુ થઈ ગઈ હતી તેથી એના માટે સારવાર કરવામાં આવી હતી. આખરે 17 દિવસની સારવાર બાદ બાળકનું 1 કિલો 700 ગ્રામ વજન થતાં તે બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી તેની જિંદગી બચાવવામાં ડો. જૈવિક પટેલને સફળતા મળી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer