શરતભંગના નામે કચ્છમાં કમરતોડ વસૂલાત

શરતભંગના નામે કચ્છમાં કમરતોડ વસૂલાત
ભુજ, તા. 27 : કચ્છમાં શરતભંગના નામે પ્લોટધારકો પાસેથી કમરતોડ નાણાંની વસૂલાત કરવામાં આવે છે તે યોગ્ય નથી. આ માટે જિલ્લાના તમામ બિલ્ડરો એકત્ર થઇને મુખ્યમંત્રી-કલેક્ટરને રજૂઆત કરી શરતભંગમાં સરળતાથી વ્યવહારુ ઉકેલ લાવવાનો પ્રયાસ કરવાનું ક્રેડાઇની મળેલી બેઠકમાં  નિર્ણય લેવામાં આવ્યો હતો. કચ્છ રીયલ એસ્ટેટ ડેવલોપર્સ એન્ડ બિલ્ડર્સ ક્રેડાઇ-કચ્છની ભુજ ખાતે મળેલી બેઠકમાં સંસ્થાના ચેરમેન પ્રવીણભાઇ પિંડોરિયાએ કચ્છભરના બિલ્ડરો સાથે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી પાસે શહેરી વિકાસ વિભાગનો પણ હવાલો છે, જેનો વિજયભાઇ રૂપાણીને કચ્છના પ્રશ્નો વિશે જે રજૂઆતો થઇ તેમાં સકારાત્મક રીતે ધ્યાને લઇને બાંધકામને લગતા સુધારાને મંજૂર કરાયા છે. ખાસ નોંધ લઇ તે હજી પણ ઘણા બધા પ્રશ્નો રેવન્યુ તેમજ શહેરી વિકાસ વિભાગને  લગતા બાકી પ્રશ્નોની રજૂઆત કરવી તેવો નિર્દેશ કરવામાં આવ્યો, જેમાં ખાસ કરીને  હાલમાં કચ્છની કલેક્ટર દ્વારા શરતભંગના કેસમાં 40 પટની રકમ બાબત પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જે કચ્છની જનતા અને પ્લોટધારક છે તેના માટે આર્થિક રીતે કમરતોડ વસૂલાત?થાય તેમ હોઇ તેની રજૂઆત કલેક્ટર તેમજ  લોકપ્રતિનિધિઓ અને સરકારમાં  કરીને પ્રશ્ન ઉકેલવો જેથી શરતભંગના કેસમાં સરળીકરણ અને યોગ્ય રકમ ભરવાની ફોર્મ્યુલા નક્કી થાય તેવી રજૂઆત કરવી તેવું નક્કી થયું હતું. આ સિવાય જીડીસીઆરમાં પબ્લિક બિલ્ડીંગ માટે હાઇટમાં વધારો, 18 મીટરના રોડનું માર્જીન, ડીપી-ટીપી પ્લાનની વિસંગતતાઓ પ્લોટોનું એકત્રિકરણ અને સબપ્લોટીંગ બાબતે, સ્ટેમ્પ ડયૂટીના પ્રશ્નો, માપણી વધારાના પ્રશ્નો, મિલિટરી એરિયાની આજુબાજુના બાંધકામની મંજૂરીનો |પ્રશ્ન, ગ્રામ્ય વિસ્તારની બાંધકામની મંજૂરી, સબ પ્લોટીંગ તેમજ બીજા નિયમો માટેનો પ્રશ્ન જેવા અને પ્રશ્નોની રજૂઆત આવતા તે માટે યોગ્ય જગ્યાએ તેની રજૂઆત કરવાનું  ને તેનું ચોક્કસ નિરાકરણ લાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના અનેક પરિપત્રોનું ગુજરાતમાં બીજા જિલ્લાઓની તુલનાએ  કચ્છ જિલ્લામાં અર્થઘટન અલગ રીતે થતું હોઇ તે બાબતે પણ યોગ્ય જગ્યાએ રજૂઆત કરી સ્પષ્ટીકરણ કરાવવા જણાવાયું હતું. ચેરમેન દ્વારા મકાન બાંધકામ એ લોકોની જીવન જરૂરિયાતનો મુખ્ય ભાગ હોઇ બિલ્ડરો દ્વારા સારી રીતે સમગ્ર કચ્છમાં વિકાસ થાય તે માટે જે કાંઇપણ ખૂટતી કડીઓ હોય તે બાબતે જ્યારે જ્યારે  જરૂર પડે ત્યારે યોગ્ય જગ્યાએ રજૂઆત કરવી અને તે માટે એસોસીએશનનો વ્યાપ વધારી સંગઠન મજબૂત બનાવીને વિકાસને વેગ આપવા જણાવાયું હતું. પ્રારંભમાં એસોસીએશનના મંત્રી નરેશભાઇ રાઠીએ સ્વાગત કરીને નવા કામો, જંત્રી, જીડીસીઆરમાં સુધારા, ડીપી-રીવાઇઝડ, એફએસઆઇ 9.8 કરવા, કચ્છમાં ગ્રાઉન્ડ પ્લસ બેની મંજૂરી આપવા જેવા સુધારા માટે છણાવટ કરી હતી. એસોસીએશનના ખજાનચી હિંમતભાઇ દામા, સંગઠન મજબૂત બનાવવા દરેક શહેર તેમજ વિકસિત એરીયા ધરાવતા વિસ્તારમાં ત્યાંની કક્ષાએ એસોસીએશન મજબૂત બને અને બધા એસોસીએશન સાથે મળી કચ્છ-ક્રેડાઇ મજબૂત બને તે ગુજરાત  ક્રેડાઇમાં જોડાવવા અપીલ કરી હતી. ગાંધીધામ જી.ડી.એ.ના મુદ્દાઓની છણાવટ હેમંત ભટ્ટી દ્વારા કરવામાં આવી હતી. કચ્છના બિલ્ડર્સ ગ્રુપના ડેવલોપર્સ દ્વારા એસોસીએશનને મજબૂત બનાવવા હાકલ કરાઇ હતી. બેઠકમાં ગોપાલભાઇ ગોરસિયા, નવીનભાઇ આઇયા, સામજીભાઇ?આહીર, ચિરાગ શાહ, અંજારથી ડેની શાહ, ભચાઉથી બહારભાઇ કાવત્રા, માંડવીથી મનસુખભાઇ, મુંદરાથી ધર્મેન્દ્ર જેસર વગેરે હાજર રહ્યા હતા. જીતેન ઠક્કર તથા કૌશિક કોઠારી સહયોગી રહ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer