લઘુ મહંતની આરોપીએ માફી માંગતા સનાતન ધર્મના નારા ગૂંજી ઊઠયા

લઘુ મહંતની આરોપીએ માફી માંગતા સનાતન ધર્મના નારા ગૂંજી ઊઠયા
નખત્રાણા, તા. 27 : મોટી વિરાણી રામ મંદિરના લઘુ મહંત પૂ. સુરેશદાસજી પર સન પાવર વિન્ડફાર્મ કંપની માણસો દ્વારા હુમલા સાથે અસભ્ય વર્તનના બનાવના પગલે પંથકમાં દુ:ખની લાગણી સાથે આક્રોશ ફેલાયો હતો. જોકે, લોકોની હાજરી આરોપીએ માફી માંગતા મામલો મહદ અંશે શાંત પડયો હતો. બનાવના પગલે મોટી સંખ્યામાં ભાવિકો તેમજ મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચતા વાતાવરણ ઉગ્ર બનતા કસુરવાનોની ધરપકડ સાથે સાધુ પર હુમલા અને અસભ્ય વર્તન માટે ધરપકડ નહીં થાય તેમજ જાહેરમાં માફી નહીં માંગ તો લોકો પોલીસ સ્ટેશન નહીં છોડે તેવી જીદ કરી હતી. દરમ્યાન અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ દરમ્યાનગીરી કરી ફરિયાદ ધરપકડ તેમજ લોકોની લઘુ મહંતની માફીની માંગણીની રજૂઆત કરી હતી. લોકોનો રોષ જોતા પોલીસ પણ હરકતમાં આવી હતી. આ કસુરવારો સન પાવર કંપનીના કર્મચારીઓ માયાભાઇ રબારી, રવિભાઇ તેમજ મહેશ સહાનીની ધરપકડ કરી હતી તેમજ કંપનીના મહેશભાઇ સહાનીએ સાધુની પોલીસ મથક બહાર જાહેરમાં પગે પડી  માફી માંગતા એકત્રિત થયેલા લોકોએ સનાતન ધર્મ કી ના જય ઘોષ કર્યે હતો. અને લોકોનો ગુસ્સો શાંત થયો હતો. તેમજ મામલો મહદ અંશે થાળે પડયો હતો. આ પ્રસંગે પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઇ સોમજીયાણી, સુરેશભાઇ, કાનજીયાણી, કાનજી દાદા કાપડી, ચંદુલાલ ડી. રૈયાણી, મુકુલદાસ બાપુ (બિબ્બર), વેલજીભાઇ દિવાણી, શિવદાસભાઇ કેશરાણી સહિત બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer