શરાબના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી પાંજરે પુરાયો

રાપર, તા. 27 : ભચાઉ તાલુકાના સામખિયાળી પોલીસે ઝડપી પાડેલા લાખોની કીમતના શરાબના જથ્થાના કેસમાં ફરાર આરોપીને  પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આરોપી રમેશકુમાર મંગળારામ જાટ (જાખડ) વર્ષ 2020થી ફરાર હતે. પોલીસે વાહન સહીત 57 લાખની કીમતનો શરાબ ડમ્પરમાંથી કબ્જે કર્યો હતો. ફરાર આરોપીને બાતમીના આધારે  રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કામગીરીમાં પી.એસ.આઈ. એ.વી. પટેલ, મહેશ દેસાઈ, ગેલાભાઈ શુકલા, દાદાભાઈ વૈધ, મહીપાલસિંહ જાડેજા, ભીખાભાઈ ચૌધરી વિગેરે જોડાયા હતા.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer