કોરોના રસીકરણમાં ડીગ્રેડ વેક્સિનેશનનો થતો આક્ષેપ

ગાંધીધામ, તા. 27 : દેશમાં કોરોના મહામારી સામે રક્ષણ આપવા રસીકરણ હાલે ચાલી રહ્યું છે. રસીકરણ કેન્દ્રો ઉપર ત્રી-પુરુષોની લાંબી કતાર લાગે છે ત્યારે ગાંધીધામ શહેર કોંગ્રેસે ઓછું અસરકારક બને તેવા ડીગ્રેડ રસીકરણનો આક્ષેપ કર્યો છે. શહેર કોંગ્રેસના પ્રમખ સંજયભાઈ ગાંધીએ રાજ્યના શહેરી વિકાસ મંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, રસીકરણ કેન્દ્રો ઉપર લાંબી લાંબી લાઈનો લાગે છે તો બીજી બાજુ રસીનો પૂરતો જથ્થો હોતો નથી. ગાંધીધામ સંકુલમાં ખાનગી ઉદ્યોગકારોએ પોતાના કામદારો જો રસી ન લે તો કામ ઉપર નહીં આવવા ચેતવણી આપી હોવાથી રસી માટે કામદારો પણ ઉમટી પડે છે. કેટલાક કેન્દ્રોમાં એક વાયલમાં 10 ડોઝ હોય, પરંતુ 14-14 જણને ડોઝ અપાય છે. જે ડીગ્રેડ વેક્સિનેશન તરીકે ઓળખાય છે. ડોઝમાં રસીની ઓછી માત્રા આપીને લોકોના આરોગ્ય સાથે ચેડાં થતાં હોવાનું જણાવીને શહેર કોંગ્રેસ પ્રમુખે આ અંગે તપાસની માંગ કરી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer