માધાપરમાં `તેરા તુજકોઅર્પણ'' સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કરાયું

માધાપરમાં `તેરા તુજકોઅર્પણ'' સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કરાયું
ભુજ, તા. 27 : ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી. આર. પાટીલના 1 વર્ષ પૂર્ણ થતાં `તેરા તુજકો અર્પણ' તથા ભુજ નગરપાલિકાના સંયુકત ઉપક્રમે સમાજ રત્ન વિનોદભાઇ સોલંકીના સહયોગથી પીંજરા આપવામાં આવતા હોટલ ડોલ્ફીનથી નળવાળા સર્કલ સુધી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કર, નગરસેવક કમલ ગઢવી, દાતા વિનોદભાઇ, હિતેશભાઇ ખંડોલ,  પૂર્વ ઉપસરપંચ દાદુભા ચૌહાણ, ફતેહદાન ગઢવી, વિજય રાજપૂત, ઉપસરપંચ કલુભા વાઘેલા, લોહાણા સમાજના આગેવાન, દિલીપ ભીંડે, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, લક્ષ્મીબેન મહેશ્વરી, તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન કાનજીભાઇ મહેશ્વરી વગેરે હાજર રહ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer