`સંસ્કાર ભારતી'' દ્વારા ભુજના બે કલાગુરુને નિવાસસ્થાને જઈ કરાયેલું સન્માન

`સંસ્કાર ભારતી'' દ્વારા ભુજના બે કલાગુરુને નિવાસસ્થાને જઈ કરાયેલું સન્માન
ભુજ, તા. 24 : `સંસ્કાર ભારતી' દ્વારા દરવર્ષની જેમ ગુરુપૂર્ણિમાના અવસરે આજે બે કલાગુરૂઓનું તેમના નિવાસસ્થાને પરંપરાગત ઢોલ-શરણાઈ સાથે સન્માન કરાયું હતું. સાહિત્યકાર ગૌતમભાઈ જોશીના નિવાસસ્થાને હંસાબેન ભીંડી દ્વારા તિલક, સ્નેહ હાથીના હસ્તે સાકર-શ્રીફળ, હરેશભાઈ જોશીના હસ્તે પુષ્પગુચ્છ તથા રાજેશ દવેએ કલાગુરુને શાલ ઓઢાડીને ગૌતમભાઈની સાહિત્ય સેવાઓને યાદ કરી સંસ્થાના મંત્રી નિપુણ માંકડે સ્મૃતિચિહનનું વાંચન કરીને તે અર્પણ કર્યું હતું. ત્યારબાદ નાટય લેખક અને કલાકાર એવા નયનભાઈ રાણાના નિવાસસ્થાને માનશી માણેકે કુમકુમ તિલક, રમેશ સોનપારે સાકર શ્રીફળ, પ્રસિધ્ધ નોબતવાદક કિશોર વ્યાસે પુષ્પગુચ્છ અર્પણ કર્યું હતું. પ્રકાશ ગોસ્વામીએ શ્રી રાણાને શાલ ઓઢાડી હતી અને કચ્છ વિભાગ સંયોજક પંકજભાઈ ઝાલાએ નયનભાઈ રાણાની નાટય કારકિર્દીની વાતોને વાગોળી સ્મૃતિચિન્હનું વાચન કરી અર્પણ કર્યું હતું. આ પ્રસંગે બંનેના નિવાસસ્થાને ઢોલ-શરણાઈ, આસોપાલવના તોરણ અને રંગોળી કરી પોંખણા કર્યા હતા. ગુરુપૂજનના આ કાર્યક્રમમાં કલાગુરુઓના પરિવાર સાથે સુરેશ બિજલાણી, નીતિન અંતાણી, પિનાક ઠક્કર, મનોજ સોનપાર, પૂર્વ કાઉન્સીલર પન્નાબેન જોશી, મીરાબેન ભટ્ટ, નિશાબેન પરમાર, અંશિવ માંકડ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન નિપુણ માંકડે કર્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer