ભુજમાં જુગારના દરોડામાં ત્રણ ખેલી દબોચાયા : અન્ય બે આરોપી પલાયન

ભુજમાં જુગારના દરોડામાં ત્રણ ખેલી દબોચાયા : અન્ય બે આરોપી પલાયન
ભુજ, તા. 24 : શહેરની ભાગોળે સુરલભિઠ્ઠ મંદિર નજીક વિદ્યુત તંત્રના સબ સ્ટેશન સામે બાવળોની ઝાડી વચ્ચે રાત્રિના ટોર્ચના અજવાળામાં ધાણીપાસા વડે જુગાર બાબતે પડાયેલા દરોડામાં પોલીસ દ્વારા ત્રણ આરોપી પકડાયા હતા. જયારે અન્ય બે તહોમતદાર નાસી ગયા હતા. પોલીસે રૂા. 13200ની રોકડ કબ્જે લઇને પાંચેય આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો.  સ્થાનિક બી. ડિવિઝન પોલીસે બાતમીના આધારે પાડેલા આ દરોડામાં ભુજના સરફરાઝ ઉર્ફે સકલો રઝાક ખાટકી, જાવેદ ઉર્ફે જાવલો જુશબ મમણ અને ઇર્શાદ ઓસમાણ હિંગોરજાને પકડાયા હતા. જયારે અન્ય બે આરોપી મુસ્તાક મ્યાત્રા અને રમજાન ઉર્ફૈ પચાણ મોખા દરોડા સમયે નાસી ગયા હતા. સહાયક ફોજદાર પંકજ કુસવાહની બાતમીના આધારે ઇન્સ્પેકટર આર.ડી.ગોજીયાની રાહબરીમાં સ્ટાફના સભ્યોએ આ કાર્યવાહી કરતાં પકડાયેલા આરોપીઓ પાસેથી રૂા. 13200 રોકડા કબ્જે કર્યા હતા. તો તમામ પાંચ આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer