ગાંધીધામમાં રેલવે કર્મચારી સાથે મોબાઈલ એપ્સથી 7 લાખની છેતરપિંડી

ગાંધીધામ, તા. 24 : સંકુલમાં રેલવેતંત્રમાં લોકોપાઈલટ તરીકે ફરજ બજાવતા કર્મચારી સાથે મોબાઈલ એપ્લિકેશન  માધ્યમથી  અજાણ્યા શખ્સોએ ઓનલાઈન  લોન  મેળવી રૂા. 7,69,389ની ઓનલાઈન   છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.પોલીસે અજિદ્રકુમાર રાજપાલસિંહની ફરિયાદને ટાંકી  કહ્યંy હતું કે ફરિયાદીને તેના એસ.બી.આઈ. બેન્કનાં ખાતાંમાંથી 15 હજાર કપાયા હોવાનો મોબાઈલમાં સંદેશો આવ્યો હતો. ત્યારબાદ અજાણ્યા આરોપીએ મો. 8515932305 ઉપરથી ફોન કરીને જણાવ્યું હતું કે   એસ.બી.આઈ. બેન્કમાંથી બોલું  છું  તેવું કહી કપાયેલા 15 હજાર  પરત આપવાની લાલચ  આપી યુક્તિ-પ્રયુક્તિથી ભોગ બનનારા યુવાનનામોબાઈલમાં એનીડેસ્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. થોડી વારમાં છેતરપિંડીનો ભોગ બનેલા આ યુવાનના ફરી  પાછા ખાતાંમાં રૂા. 7,27,000 જમા થયા હોવાનો સંદેશો આવ્યા બાદ વધુ એક વખત આ આરોપીનો ફોન આવ્યો હતો. તેને કહ્યંy કે  ખાતાંમાં ભૂલથી  નાણાં જમા થઈ ગયાં છે. આ શખ્સે ફરિયાદી પાસે એનીડેસ્ટ  એપ્લિકેશનમાં   પ્રક્રિયા  કરાવી હતી. અંતમાં તેના ખાતાંમાં   આવેલાં  નાણાં  પાછાં કપાઈ  ગયાં  હતાં.  આ યુવાનના બેંકના ખાતાંમાંથી સતત બે વખત રૂા. 13,690  હપ્તાની રકમ કપાઈ  હતી. બેંકમાં તપાસ તેમના ખાતામાંથી   રૂા.7,27 લાખની લોન લેવામાં  આવી હોવાનું   સપાટી ઉપર આવ્યું હતું. છેતરપિંડીનો આ બનાવ ગત તા. 30/3ના સવારે 11 વાગ્યાના અરસામાં  બન્યો હતો. પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી તહોમતદારોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં  છે. આ અંગે વધુ તપાસ ગાંધીધામ એ ડિવિઝન પી.આઈ. એમ.એમ. જાડેજા ચલાવી રહ્યા છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer