ગાંધીધામ પાલિકાની વૃક્ષારોપણ અંગે બેવડી નીતિ પ્રકાશમાં આવતાં આશ્ચર્ય

ગાંધીધામ, તા. 24 : શહેર સંકુલમાં એક સ્વૈચ્છિક સંસ્થાએ એકાદ વર્ષ પહેલાં ઠેરઠેર વૃક્ષારોપણ હાથ?ધર્યું હતું. તે વેળા શહેરની મુખ્ય બજારમાં પીંજરા સાથે છોડ વાવતાં નગરપાલિકાએ ગટર-પાણીની લાઇનો, પાર્કિંગ વગેરેને બહાને અમાનવીય બનીને પીંજરા ઉખેડી નાખ્યા હતા. હવે એક વર્ષ બાદ આજ નગરપાલિકાએ અપનાનગર વિસ્તારમાં રેલવે કોલોનીની દિવાલ પાસે ગટર-પાણીની લાઇનો વચ્ચે ધરાર વૃક્ષારોપણ કરતાં આશ્ચર્ય પ્રસર્યું છે. ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ?વગેરેને હસ્તે ચાર દિવસ પહેલાં આ વૃક્ષારોપણ કરાયું હતું. મુખ્ય બજારમાં એક સેવાભાવી સંસ્થાએ જ્યારે કામગીરી કરી ત્યારે પાલિકાની દબાણ શાખા સક્રિય થઇ હતી અને પીંજરા ઉખેડી ગઇ હતી, તો શું હવે રેલવે કોલોનીની દિવાલ પાસે ગટર-પાણીની લાઇનો ઉપર લાગેલા આ પીંજરા ઉખેડવાની તે હિંમત કરશે તેવો સવાલ ઉઠી રહ્યો છે. ગાંધીધામની મુખ્ય બજારમાં પાલિકાના તત્કાલીન પ્રમુખને વેપારી સંગઠનોએ દબાણ લાવતાં પર્યાવરણ વિરોધી માનસ પાલિકાએ દર્શાવ્યું હતું. હવે આજ પાલિકાએ અચાનક પર્યાવરણ તરફી વલણ લેતાં જાણકાર નાગરિકોમાં પાલિકાના આ બેવડાં વલણે આશ્ચર્ય ખડું કર્યું છે. આખા શહેરમાં વૃક્ષો વાવતી સંસ્થાઓની નિ:સ્વાર્થ કામગીરી સામે સત્તાના મદમાં હથોડા મારતું તંત્ર આવી પ્રવૃત્તિઓ કરતા લોકોનું મનોબળ તોડે છે. હવે જાતે આવી રીતે વૃક્ષો વાવે તો સવાલ તો ચોક્કસ ખડો થાય છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer