ભારતીય નિશાનેબાજોની ખરાબ શરૂઆત

નવી દિલ્હી, તા. 24 : ટોકિયો ઓલિમ્પિકની નિશાનેબાજી ઈવેન્ટમાં ભારતની શરૂઆત નબળી રહી હતી. જ્યારે પદકની આશા મનાતી હતી તે ઈલાવેનિલ વાલારિવન અને અપૂર્વી ચંદેલા મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં ફાઈનલ્સમાં જગ્યા બનાવી શકી નહોતી. ઈલાવેનિલ 626.5ના સ્કોર સાથે 16મા અને ચંદેલા 621.9 અંક સાથે 50 નિશાનેબાજોમાં 36મા સ્થાને રહી હતી. ટોપ આઠ નિશાનેબાજોએ ફાઈનલ્સ માટે ક્વોલિફાઈ કર્યું હતું, જેમાં નોર્વેની ડુએસ્ટાડ જેનેટ હેગે 632.9ના સ્કોર સાથે ઓલિમ્પિક ક્વોલિફિકેશનનો નવો રેકોર્ડ બનાવીને પહેલો ક્રમાંક મેળવ્યો હતો. કોરિયાની પાર્ક હીમુન બીજા અને અમેરિકાની મેરી ટકર ત્રીજા ક્રમાંકે રહી હતી. ઈલાવેનિલ અને ચંદેલાની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને બન્ને તેમાંથી બહાર આવી શકી નહોતી.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer