ઓલિમ્પિક ખેલાડીઓને અદાણીનો સહયોગ

અમદાવાદ, તા. 24 : ટોકિયો ઓલિમ્પિકમાં અદાણી ગ્રુપ ભારતીય ઓલિમ્પિક સમૂહનું સત્તાવાર પાર્ટનર બન્યું છે.  ટોકિયો ઓલિમ્પિકમાં 119 એથ્લેટ્સનો સમાવેશ કરાયો છે. જે ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓનો સૌથી મોટો સમૂહ છે.`ગર્વ હૈ' અદાણી ગ્રુપની રમત ક્ષેત્રે ભવિષ્યના ચેમ્પિયન્સ પૂરાં પાડવાની લાંબાગાળાના  ઇન્કયુબેશન પ્રોગ્રામનો હિસ્સો છે. આ કાર્યક્રમ 2015માં  રિયો  ઓલિમ્પિક્સ પૂર્વે 4 વર્ષના પાઈલટ પ્રોગ્રામ હાથ ધર્યા પછી શરૂ કરાયો હતો. આ કાર્યક્રમ હેઠળ વ્યાપક સંભાવના ધરાવતા ખેલાડીઓ  પસંદ કરવામાં આવેલા છે. ગર્વ હૈ પહેલ હેઠળ 10 જુનિયર અને 9 સિનિયર એથ્લેટ્સનું પણ સંવર્ધન કરવામાં આવ્યું હતું. જેમાંથી ટોકિયો 2020 માટે 7 ખેલાડી ક્વોલિફાય થયા હતા. એગ્રો ઓઇલ એન્ડ ગેસના એમડી પ્રણવ અદાણીએ જણાવ્યું કે, વિશ્વના સૌથી મોટા સ્પોર્ટસ ઇવેન્ટમાં આ એથ્લેટ્સ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેનું મને ગૌરવ છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer