મુંદરામાં રસી માટે ધસારો

મુંદરામાં રસી માટે ધસારો
મુંદરા, તા. 24 : અહીં રોટરી હોલ ખાતે કોરોના વિરુદ્ધ રસી કેન્દ્રનો પ્રારંભ થયો હતો જેમાં વરસતા વરસાદ વચ્ચે લોકો સવારના સાડા સાત વાગ્યાથી રાબેતા મુજબ રસી લેવા લાઇનમાં ઉભા રહ્યા હતા. છેક સાડા દસ પછી રસી આપવામાં આવી હતી. કચ્છમિત્રની ટીમે રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી ત્યારે લાઇનમાં લોકોમાં દો ગજની દૂરી તો દૂરની વાત જેવાં દ્રશ્યો દેખાયા હતા. લોકો રસી લેવા આવે છે કે કોરોનાને આમંત્રણ આપવા આવે છે તેવું લાગ્યું હતું. જાગૃત નાગરિકો જણાવે છે કે પોલીસ કર્મી નગરમાં માસ્ક ન પહેરતા લોકોને 1000 રૂપિયાનો દંડ અવારનવાર કરતા હોય છે ત્યારે જે પણ આયોજક હોય તેમણે પોલીસ બંદોબસ્ત રાખવો જોઇએ તો સરકારી ગાઇડ લાઇનનું ચૂસ્તપણે પાલન થાય. પોલીસ બંદોબસ્ત હોવા છતાં અવ્યવસ્થા-ભારે હોબાળો થયો હતો. એક સમયે કોણ શું બોલે છે તે સમજાતું ન હતું. ઉલ્લખનીય છે કે મુંદરા નગર અને આસપાસના વિસ્તારમાં મોટાપાયે ઉદ્યોગગૃહોના કામદારોની વસાહતો હોવાથી રસીકેન્દ્ર પર જાણે આખું ભારત ઉમટી પડતુ હોય એવા દ્રશ્યો દેખાય છે. પરંપ્રાતિયો શાંત પ્રકૃતિના ન હોવાથી વારંવાર ગરમા-ગરમી પણ થાય છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer