કચ્છમાં સારા વરસાદ - કોરોના મુક્તિની દુઆ મગાઇ

કચ્છમાં સારા વરસાદ - કોરોના મુક્તિની દુઆ મગાઇ
ભુજ, તા. 24 : એક હી આવાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોટાપીરની દરગાહે ચાદર પોશીનો કાર્યક્રમ યોજાયો હતો. પાલારા જેલના અધીક્ષક રાજેન્દ્રસિંહજી રાવ, ભાજપ બક્ષીપંચ મોરચાના માવજીભાઇ ગુંસાઇ લઘુમતી મોરચાના આમદભાઇ જત, નગરસેવક કાસમભાઇ સમા, અમીનભાઇ મોગલ, રફીકભાઇ બાવા, નુરમામદ સુરંગી, સલીમ મોગલ, બાબુ જુમા શેખ, લતીફ જુણેજા, સલીમ ચૌહાણ હાજર રહ્યા હતા. મોટાપીર દરગાહે પ્રાગમલજી ત્રીજા હંમેશાં દુઆ માગતા હતા. તેમનું અવસાન થતાં પુષ્પાંજલિ પાઠવાઇ હતી દરગાહે તમામ ઉપસ્થિત દ્વારા સારા વરસાદ અને કોરોના મહામારી પૂર્ણ થવા માટે દુઆ માગવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટાપીર દરગાહના ખાદીમ સુલેમાનભાઇ મોગલ, શરીફભાઇ મોગલ, અમીનભાઇ મોગલ, સલીમભાઇ મોગલે યોગદાન આપ્યું હતું. વ્યવસ્થા ઝહીર આઇ. સમેજાએ સંભાળી હતી. સંચાલન શંભુભાઇ જોશીએ કર્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ કાસમ ચાકી હાજર રહ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer