ગાંધીધામમાં મકાન પચાવનારા ભાડૂત સામે થયું લેન્ડ ગ્રેબિંગ

ગાંધીધામ, તા. 24 : શહેરના સપનાનગર વિસ્તારમાં  ગેરકાયદેસર રીતે મકાન ઉપર કબ્જો જમાવનાર  ભાડૂત સામે જમીન પચાવી પાડવાના કાયદા તળે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે  કમલેશભાઈ અરજણ અડવાણી (સિન્ધી)ની  ફરિયાદને ટાંકીને કહ્યંy હતું કે ફરિયાદીના પિતાએ ડીસી-6, એન.યુ.-4 સપનાનગરમાં પ્લોટ નં.ઈ-177 ઉપર આવેલું મકાન   કરાર આધારે આરોપી સંદીપસિંહ રણજીતસિંહ જાડેજાને   દર મહિને છ હજાર ચૂકવવા તથા કરારનો સમયગાળો પૂર્ણ થાય મકાન ખાલી કરવાની શરતે  આપ્યું હતું. અલબત્ત  આ ભાડાનો સમયગાળો પૂર્ણ થયા  બાદ ભાડૂત   આરોપી  મકાન  ખાલી કરતો ન હતો. છેલ્લા બે વર્ષથી ભાડું  પણ આપતો ન હતો.  મકાન ખાલી કરાવવા  મુદે  ફરિયાદીના પિતાએ  વકીલ મારફતે નોટિસ પણ મોકલાવી હતી.તેમ છતાં આરોપીએ મકાન ખાલી ન કરી મિલકતનો કબ્જો આપ્યો ન હતો.  આ અંગે ગુજરાત જમીન પચાવી પાડવા   પર (પ્રતિબંધ)ના કાયદા તળે  જિલ્લા કલેકટર સમક્ષ અરજી કરાઈ હતી.  અંજાર પ્રાંત અધિકારીના અહેવાલ બાદ આ કાયદાની સમિતિની બેઠકમાં ભાડૂત ઉપર ગુનો નોંધવા સૂચના અપાઈ હતી. આરોપી સંદીપસિંહે કાયદેસરની માલિકની કબજાની  મિલકત ખાલી  ન કરી મિલકત પચાવી પાડવાના  ઈરાદે તા.14/2/2018 થી તા.24/7/2021 સુધીમાં આ કૃત્યને અંજામ આપ્યો હતો. આ અંગે વધુ તપાસ નાયબ પોલીસ અધીક્ષક ડી.એસ. વાઘેલાએ હાથ ધરી છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer