ખંભરામાં શ્રમિકની ઓરડીની બહારથી બાવીસ હજારની ચોરી

ગાંધીધામ, તા. 24 : અંજાર તાલુકાના ખંભરામાં શ્રમિક પરિવારની ઓરડી બહારથી અજાણ્યા શખ્સોસોના-ચાંદીના દાગીના રોકડ સહિત  22,500ની માલમતા ચોરી  ગયા હતા.ખંભરા સીમમાં સર્વે નં. 39માં મેમાભાઈ વેલાભાઈ મકવાણાની વાડીમાં રહેતા શ્રમિક પરિવારની ઓરડી ખાતે  ગતતા.23/7 ના  સવારે 10થી સાંજના 6 વાગ્યા  સુધીના સમયમાં  ચોરીનો બનાવ બન્યો હતો. હરામખોરો ઓરડીની બહાર લટકાવેલા થેલામાંથી  રોકડા રૂ. 18 હજાર,  સોનાની બુટ્ટી  નંગ 2 આશરે કિંમત રૂ. 2 હજાર તથા ચાંદીની છ  ગ્રામની ચેઈન કિં.રૂ 1500, 1 હજારની કિંમતનો મોબાઈલ ફોન સાથે  કુલ્લે રૂ. 22500 લઈને પલાયનથયા હતા.પોલીસે સુભાષભાઈ ગલજીભાઈ બારિયા (આદિવાસી)ની ફરિયાદને આધારે ગુનો નોંધી અજાણ્યા ગુનેગારો સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે  આ  મામલે વધુ તપાસ  પીએસઆઈ છાયાબેન રાઠોડ ચલાવી રહ્યાં છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer