ભુજોડી ફાટક પાસેના પંપ ખાતેથી ટ્રકની ચોરીમાં એક ઝડપાયો : સાગરિત છૂ

ભુજ, તા. 24 : ભુજ-અંજાર હાઇવે ઉપર તાલુકામાં ભુજોડી ફાટક પાસે ગૌરીશંકર દેવીદાસ પેટ્રોલપંપ ખાતેથી ટ્રકની ચોરીના કેસનો પોલીસે ગણતરીના કલાકોમાં તાગ મેળવી લીધો છે. આ પ્રકરણમાં તાલુકાના પૈયા ગામના અયુબ આરબ હાસમ ચવાણની ધરપકડ કરાઇ છે. જયારે તેનો સાગરિત ભુજમાં કોડકી રોડ ખાતે રહેતો મામદ ઇસ્માઇલ સુમરા હાથમાં આવ્યો નથી. ગઇકાલે ટ્રકની ચોરીનો આ ગુનો દાખલ થયા બાદ હાથ ધરાયેલી તપાસમાં પગેરૂં સાંતલપુર પોલીસ મથકની હદમાં મળ્યું હતું. સાંતલપુર પોલીસની મદદથી આરોપી અયુબ આરબને ટ્રક સાથે પકડી લેવાયો હતો. કોવિડ ટેસ્ટ બાદ તેની ધરપકડ કરાઇ હતી. પકડાયેલા તહોમતદાર સામે દારૂ, વિશ્વાસઘાત અને હથિયાર ધારા સબંધી કેસ નોંધાયેલા છે. તો હાથમાં ન આવેલા તહોમતદાર સામે ઉચાપતના બે ગુના દાખલ થયેલા છે. બી. ડિવિઝન પોલીસના ઇન્સ્પેકટર આર.ડી. ગોજીયા સાથે સ્ટાફના સભ્યો કાર્યવાહીમાં જોડાયા હતા.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer