ગાંધીધામમાં છ હજારની ચોરીનો ભેદ ઉકેલાયો

ગાંધીધામ, તા. 24 : શહેરની ખન્ના માર્કેટમાં  શાકભાજીની દુકાનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસને સફળતા મળીછ.પોલીસેઆ પ્રકરણમાંએકઆરોપીનીધરપકડકરી હતી.સંકુલની એન.એન.વેજીટેબલ  નામની શાકભાજીની દુકાનમાં ગત તા. 21/7 થી તા.22/7ના અરસામાં  અજાણ્યા ઈસમો રોકડા રૂા.6 હજાર અને રસીદો લઈ ગયા હોવાનો  મામલો  પોલીસે ચોપડે ચડયો હતો.  આ ચોરી   મામલે પોલીસે  સુંદરપુરી ચાર રસ્તા પાસેથી હાર્દિક જિતેન્દ્ર ગોહિલ (રહે. ખન્ના માર્કેટ, ગાંધીધામ)ની ધરપકડ કરી હતી.  તહોમતદાર પાસેથી  રોકડા રૂા. 6 હજાર  સાથે ચોરીના ગુનાને અંજામ આપતી વેળાએ ઉપયોગમાં લેવાયેલી સામગ્રી કબ્જે લીધી હતી. પકડાયેલો આરોપી રાત્રિના સમયે દુકાનના શટર અને જાળી તોડી રોકડ રકમની ચોરી કરતો હોવાનું પોલીસે કહ્યું હતું.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer