ભુજની ઘરફોડ ચોરીનો આરોપી ચિત્રોડથી ઝડપાયો

રાપર, તા. 24 : તાલુકાના પીછાણા ગામ ખાતેથી આડેસર પોલીસે ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડયો હતો. પોલીસના  સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ભુજ બી.ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલી ઘરફોડ ચોરીનો આરોપી દિલીપ ગંગારામ કોલી  ફરાર હતો. આ શખ્સ ચિત્રોડ ગામના ઓવરબ્રીજ પાસે હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે વોચ ગોઢવી આરોપીને ઝડપી પાડયો હતો. આરોપીને ભુજ બી.ડીવીઝન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે. આ કાર્યવાહીમાં આડેસર પી.એસ.આઈ. વાય.કે. ગોહીલ અને પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer